હવે છોકરીઓને ઘૂરવી ગુનો નહી રહે

ભારતમાં એન્ટિ રેપ બિલને સોમવારે સર્વપક્ષીય બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલની અનેક જોગવાઇઓ અંગે વિવિધ રાજકીય પક્ષોમાં મતભેદો હતા. આ મતભેદો આજની બેઠકમાં પણ યથાવત રહ્યા છે. આ કારણે બેઠક કોઇ નક્કર નિર્ણય પર પહોંચી શકી નથી અને બેઠકમાં સર્વાનુમતિ સાધી શકાઇ નથી. હવે બપોરે ફરી બેઠક યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સત્રમાં આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
બેઠકમાં તૃણમૂલના નેતાઓનું કહેવું હતું કે જ્યારે રાજ્યોમાં પણ આ કાયદો અમલી બનાવવાનો છે, ત્યારે રાજ્યો સાથે આ બિલ પર વાત કેમ કરવામાં આવી નથી? તેમનું કહેવું હતું કે આ બિલ પર સર્વાનુમતિ માટે રાજ્યો સાથે ચર્ચા કરવી જોઇતી હતી. ત્યાર બાદ બિલની રૂપરેખા તૈયાર કરવી જોઇતી હતી.
સમાજવાદી પાર્ટીએ પણ સ્પષ્ટ રીતે જાહેરમાં સહમતિથી સેક્સની ઉમંર 18થી ઘટાડીને 16 કરવાનો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ આ બિલને ઝડપી મંજૂરી મળે તેમ ઇચ્છે છે પણ તેને સહમતિથી સેક્સની વય ઘટાડવા સામે વિરોધ છે. સમાજવાદી પાર્ટીએ બિલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
નોંધપાત્ર બાબત છે કે એન્ટિ રેપ બિલ પર મંત્રી સમૂહ અને કેબિનેટની મહોર લાગી ચૂકી છે. આજે સર્વપક્ષીય બેઠકમાં પાર્ટીઓએ તેમના મત વ્યક્ત કરી તેને સમર્થન આપવું કે નહીં તેનો નિર્ણય લેવાનો હતો.












Click it and Unblock the Notifications
