CM કેજરીવાલના ઘરે હુમલો, સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડ્યા
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે હુમલાના મોટા સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે હુમલાના મોટા સમાચાર સામે આવ્યા છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ કે અમુક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘરે હુમલો કરીને સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી બેરિયર તોડી દીધા. આ ઉપરાંત ગેટ પર લાગેલા બુમ બેરિયર પણ તોડી દીધા છે. મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો, 'ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરે તોડફોડ કરી', એટલુ જ નહિ તેમણે કહ્યુ, ભાજપની પોલિસ તેમને રોકવાના બદલે દરવાજા સુધી લઈ આવી.

વળી, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ પણ ટ્વિટ કરીને ભાજપને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યુ છે. વળી, દિલ્લી પોલિસ પર આરોપ લગાવીને દાવો કર્યો કે તેમની હાજરીમાં આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.
આ અંગે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વિટ કરીને કહ્યુ છે કે માનનીય મુખ્યમંત્રીજીના આવાસ પર ભાજપના ગુંડાઓ દ્વારા કરાવવામાં આવેલ હુમલો ખૂબ જ નિંદનીય છે. પોલિસની હાજરીમાં આ ગુંડાઓએ બેરિકેડ તોડ્યા, સીસીટીવી કેમેરા તોડ્યા, પંજાબની હારની અકળામણમાં ભાજપવાળા આટલી ઘટિયા રાજનીતિ પર ઉતરી આવ્યા.
50 લોકોની કરી અટકાયત
સીએમ કેજરીાલના ઘરે થયેલા હુમલાની માહિતી આપીને દિલ્લી નૉર્થના ડીસીપીએ કહ્યુ કે ભાજયુમોનુ વિરોધ પ્રદર્શન ચાલુ હતુ જેમાં અમુક પ્રદર્શનકારીઓએ હોબાળો કરી દીધો અને બબાલ મચાવીને સીસીટીવી પર હુમલો કરીને મુખ્યમંત્રીના આવાસની બહાર પેઈન્ટ ફેંક્યો. પોલિસના જણાવ્યા મુજબ આ ઘટનાને લઈને 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.
बीजेपी के गुंडे CM @ArvindKejriwal जी के घर पर तोड़फोड़ करते रहे. बीजेपी की पुलिस उन्हें रोकने की जगह उन्हें घर के दरवाज़े तक लेकर आई. https://t.co/oSFc2kWaDC
— Manish Sisodia (@msisodia) March 30, 2022












Click it and Unblock the Notifications
