અનુરાગ ઠાકુરે જાણી જોઈને રાહુલ ગાંધીનું અપમાન કર્યુૃ-મલ્લિકાર્જુન ખડગે
બીજેપી નેતા અનુરાગ ઠાકુરે સંસદની મર્યાદા તોડતા રાહુલ ગાંધી પર જાતિવાદી ટિપ્પણી કરીને અપમાન કર્યુ છે. હવે આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આકરા પ્રહાર કર્યા છે.
ગૃહમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી દરમિયાન અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને જાતિ વિશે પૂછ્યું હતું. જે બાદ વિપક્ષી સાંસદોએ ગૃહમાં હંગામો મચાવી દીધો.

હવે આ મામલે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા સામે આવી છે. ખડગેએ કહ્યું કે, સદનમાં ટોણો મારવો - સંસદમાં આવું થતું નથી. સંસદમાં કોઈની જાતિ પૂછવામાં આવતી નથી. તેમણે (અનુરાગ ઠાકુર) જાણીજોઈને તેમનું (રાહુલ ગાંધી) અપમાન કરવા માટે આવું કહ્યું.
ખડગેએ આગળ કહ્યું કે, તેના (ભાજપ)ના ઘણા વરિષ્ઠ નેતાઓએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે. તેમણે પોતાની જાતને અરીસામાં જોવી જોઈએ અને પછી બોલવું જોઈએ. તે (અનુરાગ ઠાકુર) અપરિપક્વ છે પરંતુ શું વડાપ્રધાને ટ્વિટ કરવાની શું જરૂર હતી? તેમના ઘણા નેતાઓએ આંતર-જ્ઞાતિ અથવા આંતર-ધાર્મિક લગ્ન કર્યા છે.
શું તેઓ દરેકની જ્ઞાતિ પૂછશે? આ ખોટું છે, હું તેની નિંદા કરું છું. હું વડાપ્રધાનના ટ્વીટની પણ નિંદા કરું છું. વડાપ્રધાન મોદીએ ક્યાં બોલવું અને કોનો બચાવ કરવો તે જાણવું જોઈએ. આને બાજુ પર રાખીને તેઓ લાગણીઓને ઉશ્કેરવાની વાત કરી રહ્યા છે. સંસદમાં આને મંજૂરી ન આપવી જોઈએ, તેને દૂર કરાય.
જણાવી દઈએ કે, 30 જુલાઈએ ગૃહમાં રાહુલ ગાંધી અને અનુરાગ ઠાકુર વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. રાહુલ ગાંધીએ જાતિ ગણતરી કરવાની વાત કરી ત્યારે અનુરાગ ઠાકુરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે જેમની જાતિ જાણીતી નથી તેઓ જાતિની વસ્તી ગણતરીની વાત કરે છે.












Click it and Unblock the Notifications
