For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે પાસપોર્ટ માટેની અરજી તમારા સ્માર્ટ ફોન પરથી થઇ શકશે

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 8 ઓક્ટોબર : ભારત સરકાર સતત પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા સરળ બને તે દિશામાં કામ કરી રહી છે. આ માટે વિદેશ મંત્રાલય નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ઇન્ટરનેટ પર ઓનલાઇન અરજીની સફળતા બાદ હવે આપના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને પાસપોર્ટ માટે અરજી થઇ શકે તેવી એપ્લિકેશન તૈયાર કરવા માટે પ્રયત્નશીલ છે.

પાસપોર્ટ માટે અરજી કરવાનું હવે તમારા ડાબા હાથનો ખેલ બની જશે. વિદેશ મંત્રાલય ટુંક સમયમાં એવી એપ્લિકેશન લોન્‍ચ કરવા જઇ રહ્યું છે જેના થકી તમે પાસપોર્ટ માટે એપ્‍લાય કરી શકશો એટલું જ નહી તેની ફી પણ ભરી શકશો. આ નવી એપ્લિકેશન મોબાઇલ પાસપોર્ટ સેવાનું એક અપગ્રેડેડ વર્ઝન હશે જે એન્‍ડ્રોઇડ, આઇઓએસ અને વિન્‍ડોઝ ફોન પ્‍લેટફોર્મ પર કામ કરી શકશે.

smartphone

વર્તમાન સમયમાં મોબાઇલ પાસપોર્ટ સેવા થકી યુઝર સામાન્‍ય માહિતી, નજીકની પાસપોર્ટ ઓફિસ અને પોલીસ સ્‍ટેશનની માહિતી મેળવી શકે છે સાથોસાથ કેટલીક ફી લાગશે તેની પણ ગણતરી કરી શકે છે અને પોતાની અરજીનું સ્‍ટેટસ પણ જાણી શકે છે. આ સેવામાં અરજી કરવા અને ફી આપવાની સુવિધાને પણ જોડી દેવામાં આવશે.

આ એપ્લિકેશનની મદદથી અરજી કરવા અને ફી જમા કરાવવાની સુવિધા આવતા એક થી દોઢ મહિનામાં શરૂ થઇ જશે. અરજી કરનાર તેમાં લોગોન કરીને અરજી કરી શકશે અને સ્‍ટેટસ પણ જોઇ શકશે પરંતુ તેણે તમામ દસ્‍તાવેજો હાર્ડકોપી પોતાની પાસે રાખવી પડશે. જેને તે એઆરએન નંબર મળવા અને એપોઇન્‍ટમેન્‍ટ ફિકસ થયા બાદ પાસપોર્ટ સેવા કેન્‍દ્રમાં જઇને જમા કરાવવાના રહેશે.

આ ટાટા કન્‍સલટન્‍સી સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યુ છે અને કામ પુરૂ થયા બાદ વિદેશ મંત્રાલયને સોંપી દેવાશે. પાસપોર્ટ માટે અરજી કરવામાં દિવસ-રાત એક કરતા લોકો માટે આ એક વરદાન સાબીત થશે અને એપના લોન્‍ચ થયા બાદ વધુ લોકો આ માટે અરજી કરશે.

English summary
Apply for passport using your smartphone soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X