• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓખાના દરિયા કિનારે તણાઈ આવી મૃત શાર્ક માછલી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કડીમાં વિહપ અને હોમગાર્ડના જવાનો વચ્ચે થઇ હાથપાઇ

કડીમાં વિહપ અને હોમગાર્ડના જવાનો વચ્ચે થઇ હાથપાઇ

રામનવમીના તહેવારને અનુલક્ષીને કડીમાં પરંપરાગત શોભાયાત્રા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સજાવટની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે વાહન મૂકવા જેવી ન જીવી બાબતે હોમગાર્ડના જવાનોએ વીએચપીના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વીએચપીના કડીના મંત્રી તથા શિક્ષક દિનેશભાઇ પટેલને પણ લોકોના ટોળાએ ગાડીમાંથી બહાર ખેંચીને ઢોર માર માર્યો હતો અને તેમને ગંભીર ઇજા થઇ હતી. જે બાદ હાલ દિનેશભાઈ સારવાર હેઠળ છે. અને આ ઘટનામાં વિહિપના દિનેશ ભાઈએ 4 હોમગાર્ડ સામે તેમજ હોમગાર્ડે વિહિપના 4 કાર્યકરો વિરુદ્ધ જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ઓખાના દરિયા કિનારે તણાઈ આવી મૃત શાર્ક માછલી

ઓખાના દરિયા કિનારે તણાઈ આવી મૃત શાર્ક માછલી

ઓખાના ટાઇગર પોઇન્ટના દરિયા કાંઠે એક શાર્ક માછલી મૃત હાલતમાં તણાઈ આવી હતી. જેની જાણ સુરક્ષા કર્મચારીઓ દ્વારા થતા ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચીને જાત તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે આ શાર્ક માછલીનું થોડા કલાકો પહેલા કુદરતી રીતે જ મૃત્યુ થયુ છે અને બાદમાં તે કાંઠા પર ઢસડાઈ આવી હતી. ત્યાર બાદ ફિશરિજ વિભાગે દ્વારકા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.

કાજીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી રોયલ કપલે

કાજીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી રોયલ કપલે

બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને તેમની પત્ની કેટ મિડિલટન આજથી તેમના બે દિવસના આસામ પ્રવાસ પર છે. જ્યાં તેમણે ભારતના જાણીતા કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે આ પાર્ક એક શિંગડાવાળા ગેંડાના માટે જાણીતો છે.

હંદવાડા ફાયરિંગમાં ક્રિકેટર સમેત 3ની મોત, કર્ફ્યું જાહેર

હંદવાડા ફાયરિંગમાં ક્રિકેટર સમેત 3ની મોત, કર્ફ્યું જાહેર

કાશ્મીરના હંદવાડામાં મંગળવારે પ્રદર્શન દરમિયાન સેના દ્વારા ફાયરિંગ કરતા ત્રણ લોકોની મૃત્યુ થઇ ગઇ છે. જે બાદ લોકોમાં ભારે આક્રોશ છે. અને આજ કારણે શ્રીનગરમાં પણ 6 જગ્યાઓ પર કર્ફ્યૂ લગાવામાં આવ્યો છે. આ પ્રદર્શન એક સેનાના જવાન દ્વારા વિદ્યાર્થીની સાથે કરવામાં આવેલી છેડછાડ બાદ થયો હતો. અને સુરક્ષાકર્મી દ્વારા ફાયરિંગમાં નઇમ કાદિર બટ નામના કાશ્મીરના નવોદિત ક્રિકેટરની પણ મોત થઇ ગઇ હતી. જે બાદ લોકો અને સેના વચ્ચે વિવાદ વકર્યો હતો.

ગુજરાતમાં સોનીઓની હડતાળ આટોપાઈ

ગુજરાતમાં સોનીઓની હડતાળ આટોપાઈ

એક્સાઇઝ ડ્યૂટીના વિરોધમાં છેલ્લા 43 દિવસથી ચાલી રહેલી જ્વેલર્સનું આંદોલન હવે પાછું આટોપાયું છે. અને તેની વિધવત જાહેરાત પણ કરાઇ છે. તેથી આજથી ગુજરાત સહિત રાજ્યોમાં સોની બજાર ફરીથી ખૂલશે તેવી શક્યતા છે. ઓલ ઇન્ડિયા જ્વેલર્સ ફેડરેશન દ્વારા સરકાર સાથે વાટોઘાટો કરાતાં છેવટે આ હકારાત્મક ઉકેલ આવ્યો હતો. સોની વેપારીઓની 11 માંગણીઓ સરકારે સ્વીકારી લેતા હવે હડતાળ આટોપવાનું નક્કી કર્યું હતું. સોનીઓની હડતાળ ઉકેલાતા લગ્ન પ્રસંગ લઇને બેઠેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

જામનગરમાં સ્કૂલ બસે પલટી ખાતા 15થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

જામનગરમાં સ્કૂલ બસે પલટી ખાતા 15થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

જામનગરમાં લાલપુરની ઢાંઢર નદી પરથી પસાર થઈ રહેલી સ્કૂલ બસે પલટી ખાધી હતી. બસ પલટી ખાઈ જતા તેમાં આઠ જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે સ્થાનિકોની મદદ દ્વારા તુરંત જ વિદ્યાર્થીઓને સારવાર માટે લાલપુર હોસ્પિટલ ખાતે ખસડેવામાં આવ્યા હતા. વાલીઓ પણ આ સમાચાર મળતા હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ શાળાએ બસ જૂની ગઈ હોવા છતાં બસ બદલી ન હતી. તેના કારણે ડ્રાઇવર યોગ્ય વળાંક ન લઈ શકતા આ ઘટના સર્જાઈ હતી.

રાજકોટમાં આઇપીએલની મેચ સામે દલિત મહાસંઘનો વિરોધ

રાજકોટમાં આઇપીએલની મેચ સામે દલિત મહાસંઘનો વિરોધ

આઇઅપીએલનો જુવાળ બરાબર વ્યાપી ગયો છે અને ગુજરાત લાયન્સની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની મોટી સમસ્યાના મુદ્દે દલિત મહાસંઘ દ્વારા રાજકોટના હોસ્પિટલ ચોકમાં વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. દલિત મહાસંઘે રજૂઆત કરી હતી કે રાજ્યની જનતા પાણીથી તરસી રહી છે અને સરકારે રાજકોટમાં આઇપીએલની ફાળવણી કરી રહી છે. આઇપીએલની મેચમાં પાણીનો બેફામ બગાડ થાય છે એટલે ત્યારે મુખ્યમંત્રીએ આઇપીએલની રાજકોટની પાંચ મેચ રદ કરવી જોઇએ.

રાજકોટમાં પાણીના મુદ્દે મહિલાઓએ માટલા ફોડી કર્યો ચક્કાજામ

રાજકોટમાં પાણીના મુદ્દે મહિલાઓએ માટલા ફોડી કર્યો ચક્કાજામ

રાજકોટમાં પાણીના મુદ્દે આજે મહિલાઓએ ભારે આક્રોશ રજૂ કર્યો હતો. રાજકોટના દોઢસો ફૂટના રિંગ ઉપર આવેલા વોર્ડ નંબર બારના મવડી ખાતેની ઓફિસે પહોચેલી મહિલાઓએ માટલા ફોડીને ઓફિસને તાળા મારી દીધા હતા. અને ચાર રસ્તા ઉપર સૂત્રોચ્ચાર સાથે ભારે હોબાળો મચાવીને રસ્તો ચક્કાજામ કર્યો હતો. જે બાદ પોલીસે 4 કોર્પોરેટર સહિત 20 લોકોની અટકાયત કરી હતી. મહિલાઓની પાણીની લડતના મુદ્દે કોંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો છે.

પાણી બાદ લાતૂરને મળી બીજી એક ભેટ

પાણી બાદ લાતૂરને મળી બીજી એક ભેટ

લાતુરની પાણીની તલપ જ્યાં એક બાજુ સંતોષાઇ રહી છે ત્યાં જ ગુજરાતના એક 22 વર્ષીય યુવક કલ્પેશ લુખી દ્વારા લાતૂરને એક બીજી ભેટ પણ મળી રહી છે. બ્રેન ડેડ તેના કલ્પેશનું હદય સુરતથી મુંબઇ ખાલી 60 મિનિટમાં પહોંચાડીને લાતૂરના એક ખેડૂત પુત્રના પ્રાણ બચાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે હવાઇમાર્ગથી આ હદયને મુંબઇ મોકલવામાં આવ્યું હતું.

માયાવતી સામે FIR દાખલ કરવા માટે સુપ્રીમમાં અરજી

માયાવતી સામે FIR દાખલ કરવા માટે સુપ્રીમમાં અરજી

આવકથી વધુ સંપત્તિ મામલે માયાવતી સામે એફઆઇઆર દાખલ કરવાની અપીલ થઇ છે.આ અરજી પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર છે. સીબીઆઈ તરફથી હાજર થયેલા એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું કે માયાવતી વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિનો કેસ બની શકતો નથી કારણ કે કોઈ મટિરિયલ પ્રસ્તુત નથી.

માલ્યાનો પાસપોર્ટ જપ્ત કરવા ઇડીની માંગ

માલ્યાનો પાસપોર્ટ જપ્ત કરવા ઇડીની માંગ

લોન ડિફોલ્ટ કેસમાં વિજય માલ્યાનો પાસપોર્ટ જપ્ત કરવાની માગ ઉઠી છે. ઇડી દ્વારા આ કેસમાં મની લૉન્ડરિંગની તપાસ કરવામાં આવી રહી છે. માલ્યાએ એસબીઆઇ સહિતની અનેક બેન્કોના 9000 કરોડ ચૂકવવાના બાકી છે.

આતશબાજી પર પ્રતિબંધ લગાવ્યો કેરળ હાઇકોર્ટે

આતશબાજી પર પ્રતિબંધ લગાવ્યો કેરળ હાઇકોર્ટે

કોલ્લમ જિલ્લાના પૂતિંગલ મંદિરમાં આતશબાજી દરમિયાન ભયાનક આગ લાગી હતી. દુર્ઘટનાના પગલે 111 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 300થી વધુ ઘાયલ થયા હતા. હાઇકોર્ટે કડક વલણ અપનાવી રાજ્યના દરેક મંદિરો અને પૂજા સ્થળોએ આતશબાજી પર પ્રતિબંધ લગાવ્યો.

દિલ્હી સરકારનું પાણી નથી જોતુંઃ મહારાષ્ટ્ર

દિલ્હી સરકારનું પાણી નથી જોતુંઃ મહારાષ્ટ્ર

કેન્દ્રએ લાતૂરમાં પાણીની રેલ મોકલ્યા બાદ કેજરીવાલે પણ મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે મહારાષ્ટ્રના સિંચાઇમંત્રીએ જણાવ્યું કે લાતૂરની પાણીની જરૂરિયાત પૂરી પાડવા રાજ્ય પાસે યોગ્ય વ્યવસ્થા છે. માટે અન્ય કોઇ રાજ્યની મદદની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હી ખુદ પાણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

English summary
April 13: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X