લાલજી પટેલ સહિતના ઇજાગ્રસ્તોને મળ્યા શંકસસિંહ વાઘેલા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લાલજી પટેલ સહિતના ઇજાગ્રસ્તોને મળ્યા શંકસસિંહ વાઘેલા

લાલજી પટેલ સહિતના ઇજાગ્રસ્તોને મળ્યા શંકસસિંહ વાઘેલા

કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા મહેસાણામાં ઇજાગ્રસ્ત થયેલા લાલજી પટેલ તથા અન્ય ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા અને આ બધા માટે ભાજપની અણઘડ નીતિઓને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યુ હતું કે ગાંધીનગરમાં સરકાર પાણી વિનાની છે. વધુમાં શંકરસિંહે જણાવ્યું હતું કે, એસપીજીના સભ્યોએ અગાઉથી પરવાનગી પણ માંગી હતી કે અમારે આ પ્રમાણે જેલભરો આંદોલન કરવું છે, તો સરકારે એ પ્રમાણે વ્યવસ્થા કરવાની જરૂર હતી એમના ઉપર ટિઅરગેસ, લાઠીચાર્જ, છરા, રબરની ગોળીઓ વરસાવી, એ પછી ભાજપની નીતિ છતી થઈ ગઈ છે.

પાકિસ્તાનના સુપ્રસિદ્ધ ગઝલ ગાયક અસ્મિતા પર્વમાં ઉપસ્થિત રહ્યા

પાકિસ્તાનના સુપ્રસિદ્ધ ગઝલ ગાયક અસ્મિતા પર્વમાં ઉપસ્થિત રહ્યા

અસ્મિતા પર્વની પૂર્ણાહુતિ સમયે મહુવાના તલગાજરડામાં સૌના આશ્ચર્ય વચ્ચે પ્રસિદ્ધ ગુઝલ ગાયક ગુલામ અલી પર્ધાયા હતા અને હનુમંત એવોર્ડ સ્વીકાર્યો હતો. ગુલામઅલીના ભારતમાં આવવાના કાર્યક્રમો માટે થઈ રહેલા ઠેર-ઠેરના વિરોધ તેમજ હોબાળા વચ્ચે શનિવારે મહુવામાં આવીને હનુમંત એવોર્ડ સ્વીકારવાની સાથે સદ્દભાવનાની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ તેઓ ચિત્રકૂટધામ ખાતે ગઝલગાયકીનો કાર્યક્રમ રજૂ કરવાના હતા, પરંતુ વિવાદ વચ્ચે તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

સુરતમાં મિત્રો સાથે સમય પસાર કર્યા બાદ વિદ્યાર્થીનો આપઘાત

સુરતમાં મિત્રો સાથે સમય પસાર કર્યા બાદ વિદ્યાર્થીનો આપઘાત

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં નાગેશ પ્રસાદ પાંડે નામના યુવાને અચાનક આપઘાત કરી લેતા મિત્રો તેમજ પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા. નાગેશ મહાવીર કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. આપઘાત કરતા અગાઉ તે મોડી રાત સુધી મિત્રો સાથે વાતો કરતો હતો અને ત્યારબાદ પરિવાર સાથે ધાબે સૂવાને બદલે રૂમમાં સૂવા જતો રહ્યો હતો. જ્યાં તેણે ગળાફાંસો ખાધો હતો.

મઢીની મીંઢોળા નદીમાં બે બાળકોના ડૂબી જવાથી મોત

મઢીની મીંઢોળા નદીમાં બે બાળકોના ડૂબી જવાથી મોત

બારડોલી તાલુકાના મઢીમાં આવેલા બેડી ફળિયા નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં આઠમા ધોરણમાં ભણતા બે કિશોરો ગરકાવ થઈ જતા ગામમાં શોક વ્યાપી ગયો હતો. મઢીના રામનગરમાં રહેતો રાહુલ મોહન ભાઈ પ્રજાપતિ તેમજ બેડી ફળિયા રહતો સ્મિત અરવિંદ ભાઈ ચૌધરી નામના બંને મિત્રો મોડી સાંજે નદીમાં નહ્વા પડ્યા હતા પણ ઉંડા પાણીમાં ખેંચાવાથી મૃત્યુ પામ્યા હતા.

કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતીએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતીએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

શુક્રવારે ગુજરાત ભરમાં ધામધૂમથી હનુમાન જંયતિ ઉજવાઈ હતી તેમાં અમદાવાદના કેમ્પ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત હનુમાન કેમ્પ ખાતે ભક્તજનો દ્વારા 300 કિલોની કેક કાપવામાં આવી હતી. તેમજ સાળંગપુર હનુમાન મંદિર ખાતે પણ ભક્તો હનુમાન દાદાના દર્શન માટે ઉમટ્યા હતા. કેમ્પ હનુમાન ખાતે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોને કારણે શાહીબાગ ડફનાળા, કેમ્પ સદર બજાર ખાતે રાત્રો મોડા સુધી ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

આણંદના જીવાદોરી સમાન તળાવો ખાલીખમઃ પ્રજા પાણીના પ્રશ્ને હેરાન

આણંદના જીવાદોરી સમાન તળાવો ખાલીખમઃ પ્રજા પાણીના પ્રશ્ને હેરાન

આણંદના મુખ્ય તળાવો વડુ,ગોયા, લોટિયા ભાગોળ તળાવ તેમજ નાની શિખોડ તળાવડીના પાણી સૂકાઈ ગયા છે. તેમજ તળાવમાં કચરાના ઢગલા જોવા મળે છે. એક સમયે આ તળાવમાં સંગ્રહ થતા પાણીના કારણે આણંદના લોકોની પાણીની જરૂરિયાત પૂર્ણ થતી હતી, પરંતુ આડેધડ પુરાણોના કારણે તળાવો જલદીથી ભરાઈ જાય છે ત્યારે નાગરિકોએ એવી માંગણી કરી છે કે આ તળાવો ઉંડા અને સ્વચ્છ કરવામાં આવે જેથી ઉનાળામાં પાણીની અછતની સમસ્યા તથા ચોમાસામાં પાણી ઉભરાઈ જવાની સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

રાહુલ ગાંધીએ કહ્યું દિલ્હીમાં મોદી તો બંગાળામાં મમતા કરે છે જુઠ્ઠા વાયદા

રાહુલ ગાંધીએ કહ્યું દિલ્હીમાં મોદી તો બંગાળામાં મમતા કરે છે જુઠ્ઠા વાયદા

પશ્ચિમ બંગાળના ચોથા ચરણના ચૂંટણી પ્રસારના અંતિમ દિવસે કોલકત્તાના હાવડા ખાતે કોંગ્રેસના ઉપઅધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી. જ્યાં તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર અનેક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પ.બંગાળમાં સિંડિકેટ રાજ ચાલી રહ્યું છે. વળી તેમણે મોદી અને મમતા પર ખોટા વાયદાઓ કરીને લોકોને ઉલ્લૂ બનાવવાનો આરોપ લગાવ્યો.

આજે છે વિશ્વ પુસ્તક દિવસ

આજે છે વિશ્વ પુસ્તક દિવસ

લોકો અને પુસ્તકો વચ્ચેની દૂરીને દૂર કરવા માટે યુનેસ્કોએ દર વર્ષની 23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. કોમ્પ્યૂટર અને મોબાઇલના આવવાથી પુસ્તકોથી લોકો દૂર થયા છે. તો બીજી તરફ ગામડામાં પણ હજી તેવા અનેક બાળકો છે જે પુસ્તકોથી દૂર છે. ત્યારે પ્રસિદ્ધ સ્પેનિશ લેખક મીગુયેલ ડી સરવેન્ટીસની યાદમાં તેમના દેહાંત દિવસને વિશ્વ પુસ્તક દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X