ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તલવારો ઉછળી એક યુવકનો પંજો કપાયો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઉનામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તલવારો ઉછળી એક યુવકનો પંજો કપાયો

ઉનામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તલવારો ઉછળી એક યુવકનો પંજો કપાયો

ઉનામાં થોડા સમય પહેલાની જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગરમાયેલે માહોલ હતો. આ મુદ્દાને લઇને શહેરના ત્રિકોણબાગ વિસ્તારમાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર માહોલમાં બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ લાકડીઓ તથા તલવારો પણ ઉછળી હતી. જેમાં બંને પક્ષોએ કુલ 6 થી 7 લોકો ઘાયલ થયા હતા. અને યુવા કોંગ્રેસનાં યોગેશ બાંભણીયાનાં હાથનો પંજો કપાઇ ગયો હતો. ઘાયલોને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે અને ઉનામાં હાલમાં બંને જૂથો વચ્ચે તથા શહેરમાં ભારેલા અગ્નિ જેવા વાતાવરણને પગલે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એન્ડ્ર્યૂ રાજકોટમાં આવતા ક્રિકેટ રસિયા ઘેલા

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એન્ડ્ર્યૂ રાજકોટમાં આવતા ક્રિકેટ રસિયા ઘેલા

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પ્લેયર એન્ડ્રયૂ ટેઈ ગુજરાત લાયન્સની ટીમ તરફથી રમવા રાજકોટ આવી પહોંચ્યા હતા. એન્ડ્રયૂ ટેઈ આ વખતે ગુજરાત લાઈન્સની ટીમ તરફથી રમવાના છે. જે આ વખતે પ્રથમ વખત આઈપીએલની ટૂર્નામેન્ટમાં રમાવાની છે. ત્યારે આ વાતને લઈને રાજકોટવાસીઓમાં પણ ભારે ઉત્સાહ છે. ગુજરાત લાયન્સની ટીમના 12 જેટલાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે એરપોર્ટ ઉપર જ એન્ડ્રૂયના ચાહકોએ તેને ઘેરી વળીને ફોટા તથા સેલ્ફી લીધા હતા.

હાર્દિકને મળ્યા બાદ વિઠ્ઠલ રાદડિયાનો સધિયારોઃ સમાધાનમાં નથી કોઈ મુશ્કેલી

હાર્દિકને મળ્યા બાદ વિઠ્ઠલ રાદડિયાનો સધિયારોઃ સમાધાનમાં નથી કોઈ મુશ્કેલી

ભાજપના સંસદસભ્ય અને પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયા હાર્દિકને લાજપોર જેલમાં મળવા પોહંચી ગયા હતા. અને હાર્દિક પટેલને મળ્યા બાદ , વિઠ્ઠલ રાદડીયાએ જણાવ્યું હતું કે હાર્દિકે આપેલા 27 મુદ્દાઓ પૈકી 24 મુદ્દાઓ પર સરકારનુ વલણ સ્પષ્ટ અને હકારાત્મક છે 27માંથી માત્રે 3 જ મુદ્દા એવા છે જે મુદ્દે સરકાર મૂંઝવણમાં છે અને વલણ સ્પષ્ટ કરી શકી નથી. સાથે જ રાદડીયાએ સ્પષ્ટતા કરી હતી કે સમાધાન તો થશે પરંતુ આ લાંબી અને કાયદાકિય પ્રક્રિયા હોવાથી થોડો સમય લાગશે.

કોંગ્રેસની દાંડીયાત્રામાં હાર્દિકના પોસ્ટરવાળી કાર જોતા ફેલાયું અચરજ

કોંગ્રેસની દાંડીયાત્રામાં હાર્દિકના પોસ્ટરવાળી કાર જોતા ફેલાયું અચરજ

ગુજરાત કોંગ્રેસે શરૂ કરેલી દાંડી યાત્રાનું દાંડી સત્યાગ્રહના દિવસે સમાપન થયું હતું. આ દાંડીયાત્રામાં કોંગ્રેસના સભ્યની ગાડી ઉફર હાર્દિક પટેલના તેમજ સુરત ખાતેના મહાલાપસી કાર્યક્રમના પોસ્ટર દેખાતા કોંગ્રેસી કાર્યકરો તેમજ સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ હતુ. હાર્દિક કોંગ્રેસમાં આવશે ત્યાંથી માંડીને અનામત આંદોલનમાં કોંગ્રેસનો હાથ જેવી ઘણી ચર્ચાઓએ લોકમોઢે જોર પક્ડ્યું હતું પોસ્ટરવાળી કાર જોવા મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ કારની નંબર પ્લેટ પર પ્રેસિડેન્ટ, ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન લખવામાં આવ્યું છે. આ કાર પાટીદાર નેતા અશોક જીરાવાલાની હોવાનું જાણવા મળ્યું હતું.

નડિયાદના ઠાસરાને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું

નડિયાદના ઠાસરાને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું

નડિયાદ પાસે આવેલા ઠાસરા નગરમાં છેલ્લા એક પખવાડિયાથી પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે ઝાડા-ઉલ્ટીના રોગચાળામાં વધુ 1 દર્દીનું મૃત્યુ થયું હતું અને ઝાડા-ઉલ્ટીમાં વધુ 11 વ્યક્તિઓ સપડાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલમાં કોલેરાનો ટેસ્ટ પોઝીટીવ આવતાં જિલ્લા કલેક્ટરે ઠાસરા નગર સહિત આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે. નોંધનીય છે કે ઝાડા-ઉલ્ટીના ભરડામાં 100 કરતા વધારે લોકો વ્યકિતઓ સપડાયા છે.

ગુજરાત સરકારે પાણીની અછતને પગલે 623 ગામોને જાહેર કર્યા અસરગ્રસ્ત

ગુજરાત સરકારે પાણીની અછતને પગલે 623 ગામોને જાહેર કર્યા અસરગ્રસ્ત

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે અગાઉ 527 ગામને અસરગ્રસ્ત જાહેર કર્યા હતા. હવે સરકારની મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના કુલ 623 ગામને અસરગ્રસ્ત જાહેર કર્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે રાજ્યભરમાં પાણી અને ઘાસ પુરવઠાની સ્થિતિ વિશે બેઠક બાદ પોરબંદરના 64, જામનગરના 190, દેવભૂમિ દ્વારકાના 68 અને કચ્છ જિલ્લાના 301 મળીને કુલ 623 ગામને અછત જાહેર કર્યા હતા.આ વિસ્તારોમાં તાત્કાલિક પીવાનું પાણી, ઘાસચારો અને રોજગારીની વ્યવસ્થા કરવાના પગલા ભરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે.

ભરૂચમાં બે અકસ્માતઃકારમાં સવાર 4 વ્યક્તિના ઘટના સ્થળે મોત,બસને ટ્રક અથડાતા 10 ઇજાગ્રસ્ત

ભરૂચમાં બે અકસ્માતઃકારમાં સવાર 4 વ્યક્તિના ઘટના સ્થળે મોત,બસને ટ્રક અથડાતા 10 ઇજાગ્રસ્ત

ભરૂચમાં આજે બે જુદી જુદી જગ્યાએ ગમખ્વાર અકસ્માતમાં પૈકી એક ઘટનામાં વહેલી સવારે થયેલા ભરૂચ-દહેજ રોડ પર આવેલ નાવેથા ગામ નજીક સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. દહેજ ખાતે આવેલ થર્મેક્સ કંપનીમાંથી રાતપાળી પૂરી કરી ૩ કર્મચારીઓ ડ્રાઈવર સાથે કારમાં ભરૂચ આવી રહ્યાં હતા, તે દરમિયાન નવેઠા ગામ નજીક કારને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટકકર મારી હતી. તો બીજા અકસ્માતમાં ભરૂચના ઠામ ગામ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લક્ઝરી બસમાં સવાર 10 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ કલાકો સુધી લટકતી રહી

બનાસકાંઠામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ કલાકો સુધી લટકતી રહી

બનાસકાંઠાના પાલનપુર-વડગામ રોડ પર ચોવીસ કલાકથી ઝાડ પર અજાણ્યા યુવકનો મૃતદેહ લટકતો રહ્યો. પાલનપુર નજીક આવેલી બનાસડેરી પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક છેલ્લા ચોવીસ કલાકથી અજાણ્યા યુવકનો મૃતદેહ લટકી રહ્યો હતો. જેને ખેતર માલિકે જોતા ખેતર માલિકે પોલીસને જાણ કરી હતી આ યુવકનો મૃતદેહ પરથી તેની ઓળખ લાંબડીયાના હંસાભાઇ બુમ્બડીયા હોવાનું જાણ થઈ હતી. યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X