જમ્મુમાં ઘુસણખોરીના પ્રયાસોને નાકામ કરતી સેના

જમ્મુ, 27 નવેમ્બરઃ સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં નિયંત્રણ રેખા(એલઓસી) પર ઘુસણખોરીના બે પ્રયાસોને નાકામ કર્યા. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ રાજ્યની શીતકાલીન રાજધાની જમ્મુમાં ગુરુવારે જણાવ્યું કે, ભારે માત્રામાં હથિયારો લઇને આતંકવાદીઓના એક સમૂહે પૂંછ જિલ્લામાં બાલાકોટ સેક્ટરના પંજની નલ્લાહમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

poonch-indian-army
અધિકારીએ જણાવ્યું કે, સજાગ સૈનિકોએ ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા અને તેમને પીછેહટ કરવા મજબૂર કરી દીધા. બન્ને પક્ષો તરફથી બુધવારે 11 વાગ્યા સુધી ગોળીબાર થતો રહ્યો હતો.

તેમણે જણાવ્યું કે, ઘુસણખોરીનો અન્ય એક પ્રયાસ બુધવારે રાત્રે બે વાગ્યે કરવામાં આવ્યો, પરંતુ તેને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યો. આતંકવાદીઓ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવા માગે છે, પરંતુ અમે સજાગ છીએ અને તેમને તેમના આ ઇરાદાઓમાં સફળ નહીં થવા દઇએ. સરહદિય વિસ્તાર પૂંછ હવેલી, સુરાનકોર અને મેંઢર વિધાનસભા ક્ષેત્રોમાં બીજા તબક્કાનું મતદાન 2 ડિસેમ્બરના રોજ થવાનું છે. રાજ્યમાં પાંચ ચરણોમાં વિધાનસભા ચૂંટણી થઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X