For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્મીના જવાનોએ 6 લોકોને ટ્રેનની બહાર ફેંક્યા

|
Google Oneindia Gujarati News

moradabad
લખનૌ, 5 જૂન : ઉત્તર પ્રદેશના મોરાદાબાદ નજીક અવધપુરી એક્સપ્રેસમાં ચાલતી ટ્રેને 6 વ્યક્તિઓને ટ્રેનની બહાર ફેંકી દેવાની ઘટના બની છે. આ કૃત્ય ભારતીય લશ્કરના જવાનોએ આચર્યું છે. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. ઘટનામાં પાંચ વ્યક્તિને સામાન્ય ઇજા જ્યારે એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજા પહોંચી હોવાના અહેવાલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવેલા 6 યુવાનો ભૂલથી આર્મી માટે રિઝર્વ રખાયેલા કોચમાં ચડ્યાં હતાં. આ બાબતે જવાનો સાથે બોલાચાલી થતા આર્મી જવાનોએ તેમને જબરદસ્તી કરીને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધાં હતાં. આ ઘટના ઉત્તરપ્રદેશના મોરાદાબાદ નજીક બની હતી.

પોતાની ભૂલ અંગે ખુલાસો કરતા યુવકોએ પોલીસને જણાવ્યું હતું કે અમે ઉતાવળમાં હતાં અને ટ્રેન સ્ટેશન પરથી નીકળવાની તૈયારીમાં હતી તેથી અમે ઉતાવળમાં ટ્રેનમાં ચડી ગયાં હતાં. પરંતુ અમને માલૂમ થયું કે અમે ખોટા કોચમાં ચડ્યાં છીએ અને તે આર્મી જવાનો માટેનો રિઝર્વ કોચ છે ત્યાં સુધી ટ્રેન સ્ટેશન પરથી ચાલુ થઈ ગઈ હતી.

ઈજા પામેલા યુવકે આર્મી જવાનોને વિનંતી કરી હતી અને કહ્યું હતું કે તેઓ પછીના સ્ટેશન પર ઉતરી જશે પરંતુ જવાનોએ તેમની વિનંતી ન સાંભળીને એક એક કરીને દરેકને બહાર ફેંકી દીધા હતાં. ઈજા પામેલા યુવકોની ઓળખાણ થઈ હતી જેમના નામ ઇમ્તિયાઝ અલી, ગુડ્ડુ, રૌફ, પંકજ, પટવાઈ અને રવિ છે.

હજુ સુધી જવાનો સામે કોઈ પણ પ્રકારનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો નથી. પોલીસે જણાવ્યું હતું કે ઈજા પામેલા યુવકો ડરે છે કે વધારે પ્રોબ્લેમ્સ ન થાય તેની માટે કોઈ પણ જાતના વધુ એક્શન લેવા માંગતા નથી.

English summary
Army jawans thrown out 6 people from train
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X