બડગામ ફાયરિંગ: 2 લોકોના મોત પર સેનાએ આપ્યો તપાસનો આદેશ
શ્રીનગર, 4 નવેમ્બર: જમ્મૂ કાશ્મીરના બડગામ જિલ્લામાં સેનાના જવાનોએ એક વાહન પર ગોળીઓ વરસાવી જેમાં બે લોકોના મોત નિપજ્યાં અને અન્ય બે ઘાયલ થયા. રક્ષા મંત્રલાયના પ્રવક્તા લે. કર્નલ એન.એન. જોશીના અનુસાર સેનાએ આ મોત પર અફસોસ વ્યક્ત કર્યો છે અને આ વાતની તપાસના આદેશ આપ્યા છે કે કઇ પરિસ્થિતિઓમાં ગોળીબારી થઇ.
તેમણે જણાવ્યું હતું કે એક વાહનમાં આતંકવાદીઓની ગતિવિધિઓની ગુપ્ત જાણકારી મળતાં સેનાએ ત્રણ મોબાઇલ ચેકિંગ પોસ્ટ સ્થાપિત કરી. સાંજે લગભગ પાંચ વાગે એક સફેદ મારૂતિ કાર પહેલાં ચેકિંગ પોસ્ટ પાસે પહોંચી. ચેકિંગ પોસ્ટ પર રોકાવવાના સંકેત મળ્યા બાદ પણ કાર રોકાઇ નહી. બીજી પોસ્ટ પર પણ તેનો રોકવાનો ઇશારો કરવામાં આવ્યો પરંતુ કાર ત્યાંથી નિકળી ગઇ.

છતરગામ સ્થિત ત્રીજી પોસ્ટ પર પણ ન રોકાતા સેનાના જવાનોએ કાર પર ગોળીઓ વરસાવી. ગોળીબારીમાં વાહનમાં સવાર બધા ચાર લોકોને ઇજા પહોંચી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા જ્યાં તેમાંથી બે લોકોના મોત નિપજ્યાં. આ ઘટનાથી ઉગ્ર લોકો રોડ પર ઉતરી આવ્યા છે અને આ ઘટના માટે જવાબદાર સુરક્ષા બળના જવાનોની ધરપકડની માંગ કરી રહી છે. તેમનો આરોપ છે કે સેનાએ નિર્દોષ આમ નાગરિકોના વાહન પર ગોળીઓ ચલાવી છે.












Click it and Unblock the Notifications
