For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરફમાં દબાયેલ જવાન ગોવિંદ છેત્રીનો દેહ મળ્યો, ગ્લેશિયરમાં 3 હજુ પણ લાપતા

બરફમાં દબાયેલ જવાન ગોવિંદ છેત્રીનો દેહ મળ્યો, હજુ 3 લાપતા

|
Google Oneindia Gujarati News

શિમલાઃ ચીન સીમાથી નજીક હિમાચલ પ્રદેશના જિલ્લા કિન્નૌર પાસે શિપકિલા નજીક નમજ્ઞા ડેગરી નાલેમાં 20 ફેબ્રુઆરીએ ગ્લેશિયર ખિસકતાં લપેટમાં આવી ગયેલ સેનાના વધુ એક જવાનનો મૃતદેહ કાઢી લેવામાં આવ્યો છે. જવાનના દેહને સેનાએ પોસ્ટમોર્ટમ માટે પૂહ મોકલવામાં આવ્યો છે. જે બાદ પાર્થિવ દેહને પૈતૃક ગામ મોકલવામાં આવશે.

સર્ચ ઓપરેશન 13 દિવસથી ચાલુ

સર્ચ ઓપરેશન 13 દિવસથી ચાલુ

સેના તરફથી ચલાવવામાં આવી રહેલ સર્ચ અભિયાનના 13મા દિવસે સોમવારે મળેલ જવાનની ઓળખ ગોવિંદ છેત્રી, પૈતૃક ગામ બિનાગુરી પશ્ચિમ બંગાળના રૂપે થઈ છે, જે જમ્મુ અને કાશ્મીર રાઈફલનો જવાન છે. કિન્નૌરના જિલ્લાધીશ ગોપાલ ચંદે જણાવ્યું કે મંગળવારે દેહના મોસ્ટમોર્ટમ બાદ હવાઈ માર્ગથી ચંદીગઢ થઈ પશ્ચિમ બંગાળ મોકલી દેવામાં આવશે.

3 જવાન હજુ પણ લાપતા

3 જવાન હજુ પણ લાપતા

તેમણે જણાવ્યું કે વધુ ત્રણ જવાન હજુ પણ બરફમાં દબાયેલા છે. જ્યાં સુધી જવાનોનો પતો ન લાગી જાય સર્ચ અભિયાન ચાલુ રહેશે. અત્યાર સુધીમાં ગ્લેશિયરની લપેટમાં આવેલ 6 જવાનોમાંથી ત્રણ જવાનોનો મૃતદેહ શોધી લેવામાં આવ્યો છે અને ત્રણ જવાન હજુ પણ બરફની ચાદર નીચે દબાયેલા છે. તેનાએ આ જવાનોની તલાશ માટે યુદ્ધ સ્તર પર સર્ચ ઓપરેશન ચલાવી રાખ્યું છે.

કુલ 6 જવાનો બરફમાં ફસાયા

કુલ 6 જવાનો બરફમાં ફસાયા

જણાવી દઈએ કે શિપકિલા બોર્ડર નજીક નામજ્ઞા ડોગરીની પાસે 20 ફેબ્રુઆરીએ ગ્લેશિયર ખસકતાં રાબેતામુજબ પેટ્રોલિંગમાં નિકળેલ જમ્મૂ-કાશ્મીર રાઈફલ્સના 16 સૈનિકોમાંથી 6 સૈનિકો બરફમાં દબાઈ ગયા હતા. દુર્ઘટનામાં બરફની ચાદર નીચે દબાયેલ 41 વર્ષીય હવાલદાર રાકેશ કુમારને એ દિવસે જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ તેઓ શહીદ થઈ ગયા હતા. સર્ચ ઓપરેશનના 11મા દિવસે વધુ એક શહીદ જવાન રાજેશ ઋષિનો દેહ હાથ લાગ્યો હતો. આવી રીતે સોમવારે 13મા દિવસે પશ્ચિમ બંગાળના જવાનનો દેહ મળી આવ્યો છે.

શીલા દીક્ષિતનું એલાન, કોંગ્રેસ અને આપમાં ગઠબંધન નહીં થાયશીલા દીક્ષિતનું એલાન, કોંગ્રેસ અને આપમાં ગઠબંધન નહીં થાય

English summary
Army retrieves body of one Jawan in kinnaur avalanche
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X