For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પર બોલ્યા અમિત શાહ- આર્ટિકલ 370 સંવિધાનનું અસ્થાયી પ્રાવધાન

લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પર બોલ્યા અમિત શાહ- આર્ટિકલ 370 સંવિધાનનું અસ્થાયી પ્રાવધાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં કહ્યું કે સંવિધાનમાં જમ્મુ અને કાશ્મીરને લઈ આર્ટિકલ 370 એક અસ્થાયી પ્રાવધાન છે ન કે સ્થાયી. જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ રજૂ કતા અમિત શાહે આ વાત કહી. અગાઉ અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના સુધી વધારવાનો પ્રસ્તાવ રાખ્યો.

amit shah

અમિત શાહે કહ્યું કે કાશ્મીરના હાલના હાલાત માટે પહેલા પીએમ જવાહરલાલ નેહરુ અને તેમની નીતિઓ જવાબદાર છે. પંડિત નેહરુએ ત્યારના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને વિશ્વાસમાં લીધા વિના કાશ્મીર પર ફેસલો લીધો જેનું નુકસાન થયું. આજે પણ એ ભૂલની સજા ભોગવી રહ્યા છીએ. આઝાદીના સમયે 630 રિયાસતો સાથે સંધી થઈ હતી પરંતુ અનુચ્છેદ 370 ક્યાંય નથી. એક રિયાસત જમ્મુ અને કાશ્મીર પંડિત નેહરૂ જોઈ રહ્યા હતા અને સ્થિતિ સૌની સામે હતી. અહીં 370 છે.

અમિત શાહે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર આવાસ અને ભારતની જનતા વચ્ચે એક ખીણ પેદા કરવામાં આવી. પહેલેથી જ ભરોસો અપાવવાની કોશિશ ન કરવાાં આવી પરંતુ તેમની સરકાર આના પર કામ કરશે. ઘાટીમાં લોકતંત્ર યથાવત રાખવું પહેલી પ્રાથમિકતા છે માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવશે.

અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કશ્મીરમાં લોકતંત્રની મજાક ઉડાવવામાં આવી. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી અટલ બિહારી વાજપેયીજીએ કરાવી હતી, ચૂંટણી અમારા શાસનમાં થઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસે શંકાના બી વાવ્યાં જે આજે ઝાડ બની ચૂક્યાં છે. કાશ્મીરમાં થયેલ પંચાયતી ચૂંટણી હોય કે પછી અત્યારે જ થયેલ લોકસભા ચૂંટણી, ત્યારે જમીન પર લોહીનું એક ટીપું પણ નથી પડ્યું અને તમે કહી રહ્યા છો કે કંટ્રોલ નથી. જણાવી દઈએ કે અમિત શાહે લોકસભામાં શુક્રવારે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ 2019 રજૂ કર્યું અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના માટે વધારવાનો પ્રસ્તાવ આપ્યો.

જમ્મુ કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાશન વધારવામાં આવે: અમિત શાહ જમ્મુ કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાશન વધારવામાં આવે: અમિત શાહ

English summary
article 370 is temporary says amit shah in parliament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X