For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીએ પીએમ મોદીને લખી ચિઠ્ઠી- મારી તબિયત ખરાબ, ના બનાવો મંત્રી

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવાનો વિચાર કરવામાં ન આવે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવાનો વિચાર કરવામાં ન આવે. જેટલીએ પોતાના પત્રમાં લખ્યુ કે છેલ્લા 18 મહિનાથી તેમની તબિયત ખરાબ છે એવામાં તે જવાબદારીને નહિ નિભાવી શકે એટલા માટે તેમને મંત્રી બનાવવા પર કોઈ વિચાર ના કરે.

આ પણ વાંચોઃ જમ્મુમાં મિલિટ્રી સ્ટેશન બહારથી બે શંકાસ્પદોની ધરપકડ, પાકિસ્તાન માટે કરતા હતા જાસૂસીઆ પણ વાંચોઃ જમ્મુમાં મિલિટ્રી સ્ટેશન બહારથી બે શંકાસ્પદોની ધરપકડ, પાકિસ્તાન માટે કરતા હતા જાસૂસી

જેટલીએ પીએમને લખી ચિઠ્ઠી - મારી તબિયત ખરાબ, ના બનાવો મંત્રી

જેટલીએ પીએમને લખી ચિઠ્ઠી - મારી તબિયત ખરાબ, ના બનાવો મંત્રી

અરુણ જેટલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના પત્રમાં ઔપચારિક નિવેદન કર્યુ છે કે મને પોતાના ઈલાજ માટે સમયની જરૂર છે અને એટલા માટે નવી સરકારમાં હાલમાં હું કોઈ પણ જવાબદારીનો હિસ્સો બનવા નથી માંગતો. તમારા નેતૃત્વમાં ગઈ સરકારમાં 5 વર્ષ કામ કરવુ મારા માટે સૌભાગ્યની વાત છે અને તેનાથી મને ઘણો અનુભવ પણ મળ્યો છે. આ પહેલા પણ મને પહેલી એનડીએ સરકારમાં, પાર્ટી સંગઠનમાં અને વિપક્ષમાં પણ મને જવાબદારી આપવામાં આવી હતી. હું આનાથી વધુ કંઈ નથી ઈચ્છતો પરંતુ અત્યારે મારુ સ્વાસ્થ્ય સાથ નથી આપી રહ્યુ એટલા માટે અત્યારે કોઈ જવાબદારી નહિ ઉઠાવી શકુ.

બિમાર છે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી

ઉલ્લેખનીય છે કે જેટલી કિડનીની સમસ્યાથી ગ્રસિત છે. તેમની આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકામાં સર્જરી થઈ હતી અને ગયા વર્ષે મેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયુ હતુ. એટલુ જ નહિ જેટલીના પગમાં ટિશ્યુ કેન્સર પણ છે. આ જ કારણ હતુ કે તે મોદી સરકારના પહેલા કાર્યકાળનું વચગાળાનુ બજેટ રજૂ કરી શક્યા નહોતા. તેમની જગ્યાએ રેલવે અને કોલસા મંત્રી પિયુષ ગોયલે બજેટ રજૂ કરવુ પડ્યુ હતુ તેમની અનુપસ્થિતિમાં નાણાં મંત્રાલયનો અધિક કાર્યભાર પિયુષ ગોયલના હાથમાં જ હતો.

શું છે કાર્યક્રમ

શું છે કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પદ તેમજ ગોપનીયતાની શપથ અપાવશે. આ તેમનો બીજો કાર્યકાળ હશે. સાથે મંત્રીપરિષદના અન્ય સભ્યોને પણ પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં થશે.

English summary
arun jaitley writes to pm ahead of swearing in opts out of cabinet over poor health
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X