Arunachal Pradesh Assembly Election Results 2024 : અરૂણાચલમાં બહુમત તરફ બીજેપી, જાણો કેટલી સીટો મળી શકે?
Arunachal Pradesh Assembly Election Results 2024: અરૂણાચલ પ્રદેશમાં બીજેપી સરકાર બનાવતી જોવા મળી રહી છે. શરૂઆતના આંકડા અનુસાર, બીજેપી પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવી શકે છે.
અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે મતગણતરી થઈ રહી છે. રાજ્યની 50 બેઠકો પર આજે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે.

શરૂઆતના આંકડા અનુસાર, ભારતીય જનતા પાર્ટી 41 બેઠકો પર આગળ છે, જ્યારે NEP 8 બેઠકો પર આગળ છે અને અન્યને 8 બેઠકો મળતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે ભાજપે 10 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે.
જણાવી દઈએ કે, સવારે 6 વાગ્યાથી કડક સુરક્ષા હેઠળ મતગણતરી ચાલુ છે. રાજ્યમાં 50 વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. રાજ્યની 60 બેઠકોમાંથી ભાજપે 10 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે.
અરૂણાચલ પ્રદેશની 50 વિધાનસભા બેઠકો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. મતગણતરી શરૂ થતાની સાથે જ ભાજપે લીડ લેવાનું શરૂ કરી દીધું છે.
શરૂઆતના ટ્રેન્ડની વાત કરીએ તો 48 સીટો પર ટ્રેન્ડ આવ્યા છે, જેમાંથી ભાજપ 34 સીટો પર આગળ છે, જ્યારે NPP 6 સીટો પર અને કોંગ્રેસ 1 સીટ પર આગળ છે. અન્ય પાર્ટીઓની વાત કરીએ તો અન્ય 7 સીટો પર આગળ ચાલી રહ્યા છે.
અરુણાચલ પ્રદેશમાં 60 વિધાનસભા બેઠકો છે, જ્યારે ભાજપ પહેલેથી જ 10 બેઠકો પર બિનહરીફ જીત મેળવી ચૂક્યું છે, તો બીજી તરફ પાર્ટી 33 બેઠકો પર આગળ છે. રાજ્યમાં બહુમત માટે 31 બેઠકો જરૂરી છે.












Click it and Unblock the Notifications
