Propose Day 2020: જ્યારે કેજરીવાલે સુનીતાને પૂછ્યુ- Will You Marry Me?, વાંચો તેમની લવ સ્ટોરી
દિલ્લીના સીએમ કેજરીવાલ અને સુનીતા બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા, પોતાના જીવનની સુંદર પળો વિશે કેજરીવાલે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ. વાંચો અહી.
દિલ્લીની બધી 70 સીટો માટે આજે મતદાન ચાલી રહ્યુ છે. વળી, બીજી તરફ દેશમાં લોકો પ્રપોઝ ડેને પણ પોતાની રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે. દિલ્લીમાં સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની સુનીતા કેજરીવાલની પ્રેમ કહાનીનો ઉલ્લેખ તો થવો જ જોઈએ. દિલ્લીના સીએમ કેજરીવાલ અને સુનીતા બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા, પોતાના જીવનની સુંદર પળો વિશે કેજરીવાલે થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ.

પહેલી નજરમાં જ સુનીતાને પસંદ કરવા લાગ્યા હતા કેજરીવાલ
વાસ્તવમાં ઈન્ડિયન રેવન્યુ સર્વિસની પરીક્ષા પાસ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ નાગપુર સ્થિત નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશનમાં પહેલી વાર મળ્યા, પહેલી નજરમાં જ કેજરીવાલ સુનીતાને પસંદ કરવા લાગ્યા હતા, બંનેની મુલાકાતનો સિલસિલો વધ્યો અને બંને કલાકો સુધી સાથે સમય પસાર કરવા લાગ્યા હતા પરંતુ રોજ કલાકો સાથે રહેવા છતાં પણ ઘણા મહિનાઓ સુધી અરવિંદ સુનીતાને પ્રપોઝ કરવાની હિંમત ન કરી શક્યા પરંતુ ચાર મહિનાની લાંબી રાહ જોયા બાદ એક દિવસ કેજરીવાલે હિંમત ભેગી કરી અને તે અચાનક સુનીતાના ઘરે પહોંચી ગયા.

જ્યારે કેજરીવાલે સુનીતાને પૂછ્યુ - શું તમુ મારી સાથે લગ્ન કરીશ?
એક ઈન્ટરવ્યુમાં કેજરીવાલે કહ્યુ હતુ કે એક દિવસ મારી ધીરજનો પુલ તૂટી ગયો અને રાતે લગભગ 8-9 વાગે હું સુનીતાના ઘરે પહોંચ્યો, સુનીતાએ જ દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા જ મે સીધુ તેને પૂછી લીધુ કે શું તુ મારી સાથે લગ્ન કરીશ, પહેલા તો સુનીતા ચોંકી ગઈ પરંતુ બહુ પહેલા જ પોતાના સંબંધને મૌન સ્વીકૃતિ આપનાર સુનીતાએ પણ તરત જ હા કરી દીધી. બંનેએ એકબીજાને I Love You કહીને જીવનભર સાથ નિભાવવાનુ વચન આપ્યુ.

વર્ષ 1994માં બંને પતિ-પત્ની બની ગયા..
બાદમાં બંનેએ પરિવારને પોતાનો નિર્ણય જણાવ્યો અને વર્ષ 1994માં બંને પતિ પત્ની બની ગયા અને આજે બંનેના પ્રેમના બાગમાં બે બાળકો હર્ષિતા અને પુલકિત ફૂલ બનીને ખીલી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતની ચૂંટણીમાં સુનીતાએ પોતાના પતિ માટે જોરદાર પ્રચાર કર્યો છે.












Click it and Unblock the Notifications
