For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલનુ એલાન, કેન્દ્ર નહિ તો અમે આપીશુ દિલ્લીવાસીઓને ફ્રી વેક્સીન

દિલ્લી સરકાર પોતાના ખર્ચે બધા લોકોને ફ્રીમાં કોરોના વેક્સીન લગાવશે.

|
Google Oneindia Gujarati News

Arvind Kejriwal Corona Vaccine: કોરોના સંકટકાળમાં આ સંક્રમણ સામે લડવા માટે દુનિયાભરમાં વેક્સીન તૈયાર કરવામાં આવી રહી છે અને ઘણી વેક્સીન તૈયાર થઈ ચૂકી છે જેને લોકોન લગાવવામાં આવી રહી છે. ભારતમાં પણ કોરોના રસીકરણ અભિયાનને શરૂ કરવામાં આવી ચૂક્યુ છે. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તે દેશભરમાં લોકોને મફતમાં કોરોનાની વેક્સીન લગાવે. કેજરીવાલે કહ્યુ કે જો દિલ્લીના લોકોને કેન્દ્ર સરકાર મફતમાં કોરોનાની વેક્સીન નહિ લગાવે તો દિલ્લી સરકાર પોતાના ખર્ચે બધા લોકોને ફ્રીમાં કોરોના વેક્સીન લગાવશે.

kejriwal

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ શરૂઆતથી જ લોકોને મફતમાં કોરોનાની વેક્સીન લગાવવાની માંગ કરતા આવ્યા છે. આ માંગને એક વાર ફરીથી કેજરીવાલે પુનરાવર્તિત કરીને લોકોને મફતમાં કોરોના વેક્સીન લગાવવાની માંગ કરી છે. આ સાથે જ કેજરીવાલે લોકોને અપીલ કરીછે કે તે કોરોના વેક્સીન માટે લોકો વચ્ચે કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવો. મે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે દેશના બધા લોકોને કોરોના વેક્સીન મફતામાં મળવી જોઈએ. જો કેન્દ્ર સરકાર આમ નહિ કરે અને જરૂર પડશે તો દિલ્લીના લોકોને મફતમાં વેક્સીન આપવામાં આવશે.

સાથે જ કેજરીવાલે કહ્યુ કે દેશમાં આ પ્રકારની મહામારી 100 વર્ષમાં પહેલી વાર આવી છે અને આપણો દેશ ખૂબ જ ગરીબ છે. ઘણા લોકો એવા છે જે સંભવ છે કે કોરોનાની વેક્સીનનો ખર્ચ નહિ ઉઠાવી શકે. માટે મારી સરકારને અપીલ છે કે લોકોને મફતમાં કોરોના વેક્સીન પૂરી પાડે. આપણે જોઈએ છે કે સરકાર આ બાબતે શું પગલાં લે છે. જો જરૂર પડી તો અમે દિલ્લીવાસીઓને મફતમાં કોરોના વેક્સીન પૂરી પાડીશુ.

આ પહેલા અરવિંદ કેજરીવાલે ડૉક્ટર હિતેશ ગુપ્તાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી જેમનુ કોવિડ-19ની ફરજ દરમિયાન મોત થઈ ગયુ હતુ. આ દરમિયાન કેજરીવાલે કહ્યુ કે અમે કોરોના વૉરિયર્સના પ્રોત્સાહન માટે એક યોજનાની શરૂઆત કરી છે. હું અહીં પરિવારની એક કરોડ રૂપિયાની મદદ કરવા માટે આવ્યો છુ. હિતેશ ગુપ્તાની પત્ની શિક્ષિત છે તેમને દિલ્લી સરકારમાં નોકરી આપવામાં આવશે.

જમ્મુ કાશ્મીરઃ BSFને કઠુઆમાં મળી વધુ એક સીમા પાર સુરંગજમ્મુ કાશ્મીરઃ BSFને કઠુઆમાં મળી વધુ એક સીમા પાર સુરંગ

English summary
Arvind Kejriwal announces to provide free corona vaccine to Delhi if center does not provide it free.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X