For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણીલક્ષી ફાયદા માટે અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છેઃ કેજરીવાલ

ખુદના ફાયદા માટે સેનાને જૂઠું બોલી રહ્યા છે શાહઃ કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહના એ દાવા પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમણે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં 250થી વધુ આતંકવાદી માર્યા હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે કહ્યું કે જ્યારે સેનાએ કોઈ આંકડો નથી આપ્યો તો શાહની પાસે આ આંકડો ક્યાંથી આવ્યો છ. કેજરીવાલે કહ્યું કે શું અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છે.

એક પછી એક કેજરીવાલના કેટલાંય ટ્વીટ

કેજરીવાલે શાહ પર નિશાન સાધતા એક પછી એક કેટલાંય ટ્વીટ કર્યાં છે. કેજરીવાલે કહ્યું, એર સ્ટ્રાઈકમાં આતંકવાદીઓના મૃત્યુનો કોઈ આંકડો ન હોવાની વાત કેન્દ્રીય મંત્રી આહલૂવાલિયા કહી રહ્યા છે, જે સેના પણ કહી રહી છે. પરંતુ અમિત શાહ કહી રહ્યા છે કે સેના જૂઠું બોલી રહ્યા છે, 250 મર્યા હતા. અમિત શાહ સેનાને જૂઠું બોલી રહ્યા છે. દેશ આ કોઈ હાલમાં સહન નહિં કરે. સેના જૂઠ ન બોલી શકે, ભાજપ જૂઠું બોલી રહ્યું છે. આખો દેશ સેનાની સાથે છે, પરંતુ ભાજપ સેનાની વિરુદ્ધ છે.

શાહ જણાવે શું સેના જૂઠ બોલી રહી છે

શાહ જણાવે શું સેના જૂઠ બોલી રહી છે

કેજરીવાલે અમિત શાહના નિવેદનને લઈ કહ્યું કે તેમના મુજબ સેના જૂઠું બોલી રહી છે. શું અમિત શાહ અને ભાજપ સેનાને જૂઠું બોલી રહ્યા છે? રવિવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે સૂરતમાં પોતાના એક ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના 250થી વધુ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા અને ભારતની સેનાને કોઈ નુકસાન થયું નહોતું.

સેનાએ કોઈ જ સંખ્યા ન જણાવી

સેનાએ કોઈ જ સંખ્યા ન જણાવી

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર 26મી ફેબ્રુઆરીએ બોમ્બમારો કર્યો હતો. જેમાં 300થી 350 આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ સેનાએ પોતાના નિવેદનમાં કોઈ આંકડો આપ્યો નથી. સેનાએ આને એક સફળ ઓપરેશન જણાવ્યું અને કહ્યું કે તેમણે યોગ્ય ટાર્ગેટ પર બોમ્બ વર્ષા કરી હતી પરંતુ કેટલા લોકો મર્યા તેનો કોઈ યોગ્ય આંકડો નથી.

ઈમરાન ખાનના વખાણ કરતા પ્રોફેસરને ઘૂંટણિયે બેસાડ્યો ઈમરાન ખાનના વખાણ કરતા પ્રોફેસરને ઘૂંટણિયે બેસાડ્યો

English summary
Arvind Kejriwal attacks amit shah over air strike in balakot pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X