Arvind Kejriwal Health : જેલમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી, જાણો શું છે સમસ્યા?

કેન્દ્રની લોકશાહી વિરોધી નરેન્દ્ર મોદી સરકારના દોરી સંચારથી ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. હવે જેલમાં કેજરીવાલની તબિયત લથડી છે.

સૂત્રો અનુસાર, ઇડીની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું શુગર લેવલ સતત ઉપર અને નીચે જઈ રહ્યું છે. સીએમ કેજરીવાલનું શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું છે. ડૉક્ટર્સનું કહેવું છે કે શુગર લેવલ આટલું ઓછું થઈ જવું ખૂબ જ ખતરનાક છે.

Arvind Kejriwal

આ પહેલા કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે તે મંગળવારે સાંજે જેલમાં પોતાના પતિને મળવા ગઈ હતી. તેને ડાયાબિટીસ છે, સુગર લેવલ બરાબર નથી, પણ તેમનો નિશ્ચય મજબૂત છે. તેઓ ખૂબ જ સાચા દેશભક્ત, નીડર અને હિંમતવાન વ્યક્તિ છે.

સુનિતાએ કહ્યં હતું કે, તેમને લાંબા આયુષ્ય, આરોગ્ય અને સફળતાની શુભેચ્છા. તેમણે કહ્યું છે કે મારું શરીર જેલમાં છે. પરંતુ, આત્મા તમારા બધાની વચ્ચે છે. જો તમે તમારી આંખો બંધ કરશો, તો તમે મને તમારી આસપાસ અનુભવશો.

આ સિવાય સુનીતા કેજરીવાલે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિવિધ દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી અને તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં મોટો ખુલાસો કરશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેમને 28 માર્ચ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X