દિલ્હીમાં વિજળી સંકટ માટે કેજરીવાલ જવાબદાર: કોંગ્રેસ

arvind
નવી દિલ્હી, 15 જૂન: દિલ્હીમાં વિજળી કાપ અને પાણીની સમસ્યાને લઇને રાજકારણ ચાલુ છે. કોંગ્રેસે રવિવારે પણ આ મુદ્દાઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આંતરિક મતભેદને નજરઅંદાજ કરતાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા. કરોલબાગના બીકાનેર ચોક પર આ પ્રદર્શન અજય માકન, શકીલ અહેમદ, અરવિંદ સિંહ લવલી, કિરણ વાલિયા, બરખા સિંહ અને મુકેશ શર્માએ ભાગ લીધો.

આ મુદ્દાઓને લઇને અત્યાર સુધી ભાજપ પર નિશાન સાધનાર કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને પણ જવાબદાર ગણાવ્યા. પાર્ટી નેતા અજય માકને કહ્યું, 'અરવિંદ કેજરીવાલ ધરના કરવામાં વ્યસ્ત હતા. તેમણે ગરમીઓમાં દિલ્હીને લઇને કોઇ પ્લાન બનાવ્યો નહી. આજે પરિણામ બધાની સામે છે. દિલ્હીવાળાઓને તેમની ભૂલનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.'

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદ સિંહ લવલીએ કહ્યું 'જ્યારે અમે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું ત્યારે સરકાર જાગી. 10 દિવસ વિતી ગયા છે વિજળીની સ્થિતીમાં કોઇ સુધારો આવ્યો નથી.

તો બીજી તરફ નેતા મુકેશ શર્માએ તો મોદી સરકારને ચેતાવણી આપતાં કહ્યું કે ''આગામી 10 દિવસમાં હાલાત સુધરશે નહી તો અમે પીએમ નિવાસનો ઘેરાવો કરીશું. અમે વિજળી પર રાજકારણ નથી કરી રહ્યાં. આ અમારો ભાવનાત્મક મુદ્દો છે. જ્યારે અમારી સરકાર હતી તો લોકો જનરેટર અને ઇનવર્ટરનું નામ ભૂલી ગયા હતા પરંતુ ભાજપની સરકાર આવતાં જ દિલ્હીમાં આ બંને વસ્તુઓનું વેચાણ વધી ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X