દેશની સંસદમાં એક પણ ગુનેગારને પહોંચવા નહીં દઇએ: કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 31 જાન્યુઆરી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક સભાને સંબોધિત કરતા આવનારી લોકસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીની નીતિઓ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું છે કે અમે આપણી દેશની સંસદમાં એક પણ ગુનેગારો, એક પણ ભ્રષ્ટ વ્યક્તિને પહોંચવા નહીં દઇએ. અમારો ઉદ્દેશ્ય આ દેશના સિસ્ટમને સાફ કરવાનો છે નહીં કે મંત્રી અને વિધાયક બનવાનો. અમે અત્રે મુખ્યમંત્રી અથવા વડાપ્રધાન બનવા માટે નથી આવ્યા.

કેજરીવાલે જણાવ્યું કે આમ આદમી પાર્ટી એક રાજનૈતિક દળ નથી પરંતુ એક આંદોલન છે. અમે રાજનીતિમાંથી ભ્રષ્ટાચાર, વંશવાદને ખત્મ કરવા માટે આવ્યા છીએ અને એવું જ કરીશું. હવે દેશની જનતા ચૂંટણી લડશે અને ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારોને બહાર કરી દેશે.

કેજરીવાલે જે લોકોના નામ લિસ્ટમાં લિધા તે આ પ્રમાણે છે- રાહુલ ગાંધી, નિતિન ગડકરી, બીએસ યેદિયુરપ્પા, અન્નૂ ટંડન, સુરેશ કલમાડી, મુલાયમ સિંહ યાદવ, માયાવતી, સુશીલ કુમાર શિંદે, નવીન જિંદલ, પ્રકાશ જયસવાલ, સલમાન ખુર્શીદ, પ્રફુલ્લ પટેલ, વીરપ્પા મોઇલી, એચ ડી કુમારસ્વામી, પી ચિદમ્બરમ, અલગિરી, કનિમોઇ, અનુરાગ ઠાકુર, કપિલ સિબ્બલ, ફારુક અબ્દુલ્લા, શરદ પવાર, અનંત કુમાર અને એ રાજા.

arvind kejriwal
કેજરીવાલે દિલ્હીમાં પોતાના એક મહીનાના કાર્યકાળ પર સંતોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે અમે છેલ્લા એક મહીનામાં રાજનીતિમાં ખૂબ જ પરિવર્તન કર્યા છે, અને આગળ પણ કરતા રહીશું. કેજરીવાલ મહત્વપૂર્ણ નથી પરંતુ દેશ મહત્વપૂર્ણ છે.

કેજરીવાલના સંબોધન પર ભાજપા પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીનું કહેવું છે કે આ લોકો જનતાનું ધ્યાન હટાવવા માટે આ પ્રકારના કાર્યો કરી રહ્યા છે. જનતાએ તેમને કામ કરવા માટે અત્રે મોકલ્યા છે પરંતુ તેઓ પોતાના વચનોને પૂરા નથી કરી શક્યા અને તેને છૂપાવવા માટે તેઓ આવી હરકતો કર્યા કરે છે.

English summary
Delhi chief minister Arvind Kejriwal issued a list of leaders who are accused of corruption.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.