For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલ બિહારી વાજપેયીની નાજુક હાલત હોવાથી કેજરીવાલ જન્મદિવસ નહીં ઉજવે

અરવિંદ કેજરીવાલ ઘ્વારા અટલજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતુ ટવિટ કરવામાં આવ્યું. તેમને કહ્યું કે અટલજીના સ્વાસ્થ્ય વિશે જાણીને દુઃખ થયું, હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે 16 ઓગસ્ટે 50 વર્ષના થઇ ચુક્યા છે. પીએમ મોદી સહીત દેશના મોટા મોટા નેતાઓ ઘ્વારા તેમને અભિનંદન પણ આપવામાં આવ્યા છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલ એમ્સમાં દાખલ અટલ બિહારી વાજપેયીના હાલચાલ જાણવા માટે પહોંચ્યા હતા. અટલજી ની નાજુક હાલત હોવાથી કેજરીવાલ ઘ્વારા પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ પણ પ્રકારનો જશ્ન નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે.

arvind kejriwal

તેની સાથે સાથે અરવિંદ કેજરીવાલ ઘ્વારા અટલજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતુ ટવિટ કરવામાં આવ્યું. તેમને કહ્યું કે અટલજીના સ્વાસ્થ્ય વિશે જાણીને દુઃખ થયું, હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. જ્યાં બીજી બાજુ મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર નાગેન્દ્ર શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ ઘ્વારા પાર્ટી કાર્યકર્તાઓને જશ્ન નહીં મનાવવામાં માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

અટલ બિહારી વાજપેયીના હાલચાલ જાણવા માટે એમ્સમાં નેતાઓ સવારથી આવી રહ્યા છે. પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, ફારૂક અબ્દુલ્લાહ, રાજનાથ સિંહ સહીત પક્ષ અને વિપક્ષના નેતાઓ એમ્સ પહોંચ્યા હતા.

એમ્સ ઘ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર પૂર્વ પ્રધાનમંત્રીની હાલતમાં સુધારો નથી થયો. તેમની હાલત હજુ પણ નાજુક બની છે. થોડા જ સમયમાં એમ્સ ઘ્વારા તેમની તબિયત અંગે બીજું બુલેટિન જાહેર કરવામાં આવશે.

English summary
Arvind Kejriwal not to celebrate his birthday due to atal bihari critical health
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X