For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુ મોદીની મદદ માટે પાકિસ્તાને 40 જવાનોને માર્યા: કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત ભાજપ અને પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે. ગુરુવારે અરવિંદ કેજરીવાલે એક વિવાદિત ટવિટ પણ કર્યું છે. તેમને કહ્યું કે પાકિસ્તાન અને ઇમરાન ખાન ખુલીને મોદીનું સમર્થન કરી રહ્યા છે, જેથી સ્પષ્ટ છે કે મોદીજીએ કોઈ ગુપ્ત સંધિ કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે દરેક લોકો પૂછી રહ્યા છે કે શુ લોકસભા ચૂંટણી પહેલા મોદીજીની મદદ માટે પાકિસ્તાને 14 ફેબ્રુઆરીએ અમારા 40 બહાદુર જવાનોને મારી નાખ્યા?

આ પણ વાંચો: આખરે ખુદ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું, તેઓ છે માત્ર 12 પાસ

શુ લોકસભા ચૂંટણી પહેલા મોદીજીની મદદ માટે પાકિસ્તાને 140 બહાદુર જવાનોને મારી નાખ્યા?

શુ લોકસભા ચૂંટણી પહેલા મોદીજીની મદદ માટે પાકિસ્તાને 140 બહાદુર જવાનોને મારી નાખ્યા?

અરવિંદ કેજરીવાલ ઘ્વારા પુલવામાં હુમલા અંગે ટવિટ પછી રણનીતિ ગરમાઈ શકે છે. અરવિંદ કેજરીવાલે એવું પણ પૂછ્યું કે શુ નમો ટીવીને પાકિસ્તાન ફંડ કરી રહ્યું છે? અરવિંદ કેજરીવાલે આ પહેલા બુધવારે પણ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના એક નિવેદન પર પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. તેમને કહ્યું હતું કે દેશના બધા જ લોકો જાણી લે કે જો પીએમ મોદી જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

શુ નમો ટીવીને પાકિસ્તાન ફંડ કરી રહ્યું છે?

ઇમરાન ખાને કહ્યું હતું કે જો પીએમ મોદી ફરી ચૂંટણી જીતીને પીએમ બનશે તો શાંતિ વાર્તાના ફરી સારા ચાન્સ હશે. ઇમરાન ખાનના આ નિવેદન પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઘ્વારા પણ ઇમરાન ખાનના નિવેદન અંગે પીએમ મોદી પર પ્રહાર કરવામાં આવ્યો હતો.

ઇમરાન ખાનના નિવેદન પછી દેશમાં રાજનીતિ ગરમાઈ

ઇમરાન ખાનના નિવેદન પછી દેશમાં રાજનીતિ ગરમાઈ

આપને જણાવી દઈએ કે પાકિસ્તાન સંચાલિત આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદ ઘ્વારા પુલવામાંમાં હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જેશના આતંકી ઠેકાણે હુમલા કર્યા હતા. પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ આવી હતી.

English summary
Arvind Kejriwal questioned if Pakistan killed 40 soldiers to help PM Modi before polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X