'આપ'ના ચૂંટણી ઢંઢેરામાં પાવર ટુ પીપલને અગ્રીમતા
નવી દિલ્હી, 4 એપ્રિલ : 'આપ'ના અરવિંદ કેજરીવાલે 3 એપ્રિલ, ગુરુવારે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં જનલોકપાલ બિલ, સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત અને ગે સેક્સને કાયદેસર કરવાની વાત હતી.
આપના ચૂંટણી માટેના મુખ્ય મુદ્દા જન લોકપાલ બિલ અને સ્વરાજ બિલ છે. જરા પણ અચકાયા વગર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કૉંગ્રેસ ઉપર મહત્ત્વના ધારાકીય ખરડા રોકવાના આક્ષેપ સાથે કેજરીવાલે નરેન્દ્ર મોદી ઉપર ફરી વખત મોટા ઉદ્યોગ ગૃહો સાથે સાઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો છે.
૧૫ મહિનાની આપ (આમ આદમી પાર્ટી) એ લોકસભા ચૂંટણીમાં ૪૨૬ જેટલા આપના ઉમેદવારોની જાહેરાત કરી છે જ્યારે મુખ્ય પક્ષો કૉંગ્રેસ (414) ભાજપ (415) અને સમાજવાદી પાર્ટી કે એસપી (160) ઉમેદવારો છે.

કેજરીવાલ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વારાણસીમાં ચૂંટણીમાં પડકારશે જ્યારે આપના કુમાર વિશ્ર્વાસ અમેઠીમાં રાહુલ ગાંધી સામે ઊભા છે.
આપના ચૂંટણી ઢંઢેરામાં આગામી પાંચ વર્ષમાં મહિલાઓની સલામતી માટે પોલીસમાં સુધારાનો અમલ, રિવોર્ડ બદલા અને સજા માટેની સક્ષમ વ્યવસ્થા, એફઆઈઆર દાખલ કરવા ને ગુનો જાહેર કરવા, પોલીસ સ્ટેશનના ઈન્ટ્રોગેશન રૂમમાં સીસીટીવી કેમેરા, સિટીઝન ચાર્ટર માટેની નિયત સમયમર્યાદા, નિયત સમયમર્યાદામાં કામ પૂરું ન કરનાર અધિકારીને સજા અને દરેકેદરેક ગામમાં ગ્રામસભાની રચનાનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
