Arvind Kejriwal Arrested: શું જેલમાંથી ચાલશે દિલ્લીની સરકાર? એ સંભવ છે? અહીં જાણો નિયમ
Delhi CM Arvind Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવારે દિલ્હી લિકર પૉલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્વતંત્ર ભારતમાં ધરપકડ થનાર તેઓ પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી છે.
દિલ્હી હાઈકોર્ટે દારૂ નીતિ કેસમાં ઈડી દ્વારા જાહેર કરાયેલા સમન્સના સંબંધમાં AAP સુપ્રીમોને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યાના કલાકો પછી આ થયુ. સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ તેમને સમન આપવા કેજરીવાલના સિવિલ લાઇન્સના આવાસ પર પહોંચ્યા હતા.

તપાસ એજન્સીએ તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી અને પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 50 હેઠળ મુખ્યમંત્રીનું નિવેદન નોંધ્યું હતું. આ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ છે કે કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપવું પડશે કે નહિ, હવે દિલ્હીની સરકાર કોણ ચલાવશે? આ દરમિયાન, આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે અને જેલમાંથી તેમની ફરજો નિભાવશે. હવે સવાલ એ થાય છે કે શું જેલમાંથી સરકાર ચલાવી શકાય?
નિષ્ણાતો કહે છે કે જેલમાંથી સરકાર ચલાવવાનો કોઈ નિયમ નથી. જો કોર્ટની મંજૂરી હોય તો તે શક્ય છે. પરંતુ ,જો અદાલત તે અપીલ નકારી કાઢે, તો ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. તેની પાછળનું કારણ એ છે કે જો કોઈ વ્યક્તિ કેદી તરીકે જેલમાં આવે છે, ભલે તે અંડરટ્રાયલ હોય, તેના તમામ વિશેષાધિકાર ખતમ થઈ જાય છે.
જેલમાંથી સરકાર ચલાવવાના નિયમો ભલે ના હોય પરંતુ વર્ચ્યુઅલ મીટિંગ્સ ચોક્કસપણે યોજી શકાય છે. કોર્ટની પરવાનગીથી ઓનલાઈન મીટિંગ કરી શકાય છે. અરવિંદ કેજરીવાલને જામીન મેળવવા અથવા જેલમાંથી સરકાર ચલાવવા માટે પહેલા તે જ કોર્ટમાં અપીલ કરવી પડશે જેણે તેમને જેલમાં મોકલ્યા છે અથવા જ્યાં સુનાવણી ચાલી રહી છે. જો તે અદાલત અપીલને નકારી કાઢે તો ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે.
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ AAP નેતા આતિશીએ કહ્યું હતુ કે, "અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને રહેશે. તેના વિશે કોઈ બે મત નથી. અમે શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે જો જરૂર પડશે તો તેઓ જેલમાંથી કામ કરશે. એવો કોઈ કાયદો નથી જે તેમને આમ કરવાથી રોકે. તેમને દોષિત ઠેરવવામાં આવ્યા નથી.
તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં ધરપકડ કરાયેલા કેજરીવાલ પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી છે. જેલમાંથી મુખ્યમંત્રી તરીકે તેમનું કામ કરવાનું ચાલુ રાખવાથી બંધારણીય કટોકટી સર્જાવાની સંભાવના છે, સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ યાદવની ઘાસચારા કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તેમણે તેમનો ચાર્જ પત્ની રાબડી દેવીને સોંપી દીધો હતો. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યપાલને મળ્યા અને પદ પરથી હટી ગયા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય શ્રી કેજરીવાલે રાજીનામું ન આપવાના પરિણામોની તપાસ કરી રહ્યું છે. કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેન્દ્રએ તેમને સસ્પેન્ડ અથવા પદ પરથી દૂર કરવા પડશે કારણ કે તેઓ જાહેર સેવક છે. ધરપકડ કરાયેલા સરકારી અધિકારીઓ માટે પણ આ પ્રક્રિયા અનુસરવામાં આવે છે. તેમને તાત્કાલિક સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યાં કેજરીવાલને લઈ જવામાં આવી શકે છે, તે તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે જેલ મેન્યુઅલમાં તેનો કોઈ ઉલ્લેખ નથી, બધું જેલ મેન્યુઅલ મુજબ કરવામાં આવશે.
કેજરીવાલને નવ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છતાં તેઓ હાજર ન થયા અને દિલ્હી હાઈકોર્ટે તેમને ધરપકડમાંથી રક્ષણ આપવાનો ઇનકાર કરી દીધા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ટીમ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી ચૂકી છે અને મધ્યરાત્રિની સુનાવણી માટે દબાણ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શ્રી કેજરીવાલ પર કાવતરાનો આરોપ મૂક્યો છે. ભારત રાષ્ટ્ર સમિતિના કે કવિતાએ તેમની સાથે કાવતરું ઘડ્યું હતું, AAPના સંજય સિંહ અને મનીષ સિસોદિયાએ એક કાર્ટેલને ફાયદો કરાવતી હાલમાં રદ કરાયેલી દારૂની નીતિમાં ફેરફાર કર્યો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
