For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર દિવસથી ધરણા પર કેજરીવાલ, મમતા બેનર્જી, જયંત ચૌધરીનું સમર્થન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સાથી મંત્રીઓ સાથે ઉપરાજ્યપાલ અનિલ બૈજલના ઘર પર ધરણા આજે ચોથા દિવસે પણ ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સાથી મંત્રીઓ સાથે ઉપરાજ્યપાલ અનિલ બૈજલના ઘર પર ધરણા આજે ચોથા દિવસે પણ ચાલુ છે. સોમવારથી ધરણા પર બેઠેલા કેજરીવાલ ચાર દિવસથી નહાયા વિના ધરણા પર બેઠેલા છે. ઉપરાજ્યપાલના ઘરના વેઈટિંગ રૂમમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ ધરણા પર છે. ચારેય લોકો પાસે એક જ વૉશરૂમ છે. ખાસ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ સોમવાર સાંજથી અહીં ધરણા પર છે અને અહીં આવ્યા બાદ તેઓ નહાયા નથી.

ધરણા પરથી જ કરી રહ્યા છે જરૂરી સરકારી કામ

ધરણા પરથી જ કરી રહ્યા છે જરૂરી સરકારી કામ

દિલ્હીના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને બંને મંત્રી ધરણા પરથી જ જરૂરી સરકારી કામ કરી રહ્યા છે. કેટલાક કર્મચારી જ તેમને મળી રહ્યા છે અને તેમની પાસેથી જરૂરી હસ્તાક્ષર વગેરે લઈ રહ્યા છે. ચારેય નેતા સોફા પર જ સૂવે છે. નોકરશાહોની હડતાળ ખતમ કરાવવાની માંગને લઈને કેજરીવાલ સોમવાર સાંજે ઉપરાજ્યપાલને મળવા પહોંચ્યા હતા અને એક નાટકીય ઘટનાક્રમ બાદ તે ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.

મમતા બેનર્જીએ આપ્યુ સમર્થન

મમતા બેનર્જીએ આપ્યુ સમર્થન

અરવિંદ કેજરીવાલને ઘણા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યુ છે. પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે એક ચૂંટાયેલા મુખ્યમંત્રીનું સમ્માન થવુ જોઈએ. હું કેન્દ્ર સરકાર અને એલજીને અપીલ કરુ છુ કે આ મામલાને જલ્દીથી ઉકેલવામાં આવે. જેથી લોકોને મુશ્કેલી ન થાય. રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝાએ પણ કેજરીવાલને સમર્થનની વાત કહી છે.

આ છે ધરણાની માંગ

આ છે ધરણાની માંગ

અરવિંદ કેજરીવાલ પોતાના મંત્રીઓ સાથે સોમવારે સાંજે 5.30 કલાકે ઉપરાજ્યપાલને મળવા પહોંચ્યા હતા અને માંગો પૂરી ન થવા પર ત્યાં જ ધરણા પર બેસી ગયા. મંગળવારથી સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ભૂખ હડતાળ પર છે, બુધવારે મનીષ સિસોદિયાએ પણ ભૂખ હડતાળનું એલાન કર્યુ છે. અરવિંદ કેજરીવાલ અને તેમના સાથી મંત્રી નેતાની ઉપરાજ્યપાલ અનિલ બેજલ પાસે માંગ આઈએએસ અધિકારીઓની હડતાળ તરત જ ખતમ કરાવવા, કામ રોકનારા આઈએએસ અધિકારીઓ સામે સખત એક્શન લેવા અને રાશનની ડૉર-સ્ટેપ-ડિલીવરીની યોજનાને મંજૂરી કરવાની છે.

English summary
Arvind Kejriwal Sit In Protest in LG house Support From Mamata Banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X