પાક. મીડિયાની નજરમાં સૌથી પ્રભાવહીન નેતા છે કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: પોતાની સફળતાથી આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દેનાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અંગે પાક મીડિયાનું કહેવું છે કે તેઓ એક પ્રભાવહીન નેતા છે. પાક સમાચાર પત્ર 'ધ ન્યૂઝ ડેલી' લખે છે કે કેજરીવાલ આમ આદમીની રાજનીતિથી ભરપૂર છે પરંતુ ઇન્ડિયા શાઇનિંગ જેવા સપના જોનાર આ નેતા પ્રભાવહીન સાબિત થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેજરીવાલને મળવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું. જ્યારે તેમણે કેજરીવાલને જીતની શુભેચ્છા પાઠવી તો કેજરીવાલે જણાવ્યું કે 'બધી અલ્લાહની મહેરબાની છે, અમે તો ખૂબ જ નાના માણસો છીએ.'

કેજરીવાલને જ્યારે ભારત પાકિસ્તાન સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આખી દુનિયામાં ભારતના સંબંધો સારા હોય અને શાંતિપૂર્ણ હોય, સાથે સાથે તેમણે જણાવ્યું કે હું ક્યારેય પાકિસ્તાન નથી ગયો અને ક્યારેય ભારત-પાકિસ્તાનના સંબંધોનું અધ્યયન નથી કર્યું. જ્યારે તેમને ભારપૂર્વક આ પ્રશ્ન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તે મારા અધિકાર ક્ષેત્રની બહાર છે.

arvind kejriwal
કેજરીવાલે પાક મીડિયાને કોંગ્રેસથી મળતા સમર્થન અંગે પણ વાત કહી, તેમણે જણાવ્યું કે અમને ફસાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય, ભ્રષ્ટાચાર, વંશવાદ અને ગુનાખોરીને દૂર કરવાનો છે. આ ઉદ્દેશ્ય લઇને અમે રાજનીતિમાં આવ્યા છીએ. કેજરીવાલ પર પાક મીડિયાના અલગ અલગ મંતવ્યો છે, કેટલાંકે તેમને નવા વિચારોવાળા અને કેટલાંકે તેમને પ્રભાવહીન ગણાવ્યા હતા.

અત્રે નોંધનિય છે કે કેજરીવાલ અને તેમની પાર્ટીની ચર્ચા દિલ્હી ચૂંટણી પરિણામ આવ્યા પહેલાથી થઇ રહી હતી, અને તે આખા દેશમાં ખરાબ સિસ્ટમથી જનતાને છૂટકારો અપાવવાના સપનાને લઇને આવ્યા છે.

English summary
According to Pak media Arvind Kejriwal is most unimpressive leader of India. He has dreams but not effect.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.