For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ, શીલા દીક્ષિતને આમંત્રણ નહિ

સમાચાર છે કે શપથ ગ્રહણનું આમંત્રણ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યુ છે કે જે તેમણે સ્વીકારી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદી 30 તારીખે બીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે, લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે મોદી સરકારનું કમબેક થયુ છે અને એટલા માટે ભાજપની પૂરી કોશિશ છે કે તે સમારંભને યાદગાર અને ભવ્ય બનાવે, આ શપથ ગ્રહણમાં ઘણી જાણીતી હસ્તીઓ શામેલ થવાની વાત છે. ઘણા બધા ગણમાન્ય લોકોને શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. સમાચાર છે કે શપથ ગ્રહણનું આમંત્રણ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યુ છે કે જે તેમણે સ્વીકારી લીધુ છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ કુલગામ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યોઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ કુલગામ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો

પીએમ મોદીના શપથ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ

પીએમ મોદીના શપથ સમારંભમાં શામેલ થશે કેજરીવાલ

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ સતત મોદી અને મોદી સરકાર પર આરોપ લગાવતા આવ્યા છે, ક્યારેક તો આરોપ લગાવતા તેમની વાણી એટલી કડવી થઈ ગઈ છે કે ભાજપ અને મોદી ચૂંટણી બાદ તેમની હત્યા સુધી કરાવી શકે છે. આટલા વિવાદિત નિવેદન બાદ પણ ભાજપ તરફથી દિલ્લીના મુખ્યમંત્રીને શપથ ગ્રહણનું આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.

શીલા દીક્ષિતને નથી મળ્યુ આમંત્રણ

શીલા દીક્ષિતને નથી મળ્યુ આમંત્રણ

વળી દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ અને ત્રણ વાર દિલ્લીના મુખ્યમંત્રી રહી ચૂકેલા શીલા દીક્ષિતએ કહ્યુ કે તેમને પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભ માટે કોઈ આમંત્રણ મળ્યુ નથી. ઉલ્લેખનીય છે કે ભાજપે કોંગ્રેસ અને આપને બાજુએ રાખીને દિલ્લીની બધી સાત સીટો પર જીત મેળવી છે.

શું છે કાર્યક્રમ

શું છે કાર્યક્રમ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પદ તેમજ ગોપનીયતાની શપથ અપાવશે. આ તેમનો બીજો કાર્યકાળ હશે. સાથે મંત્રીપરિષદના અન્ય સભ્યોને પણ પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં થશે.

બિમ્સટેક (BIMSTEC) સમૂહ

બિમ્સટેક (BIMSTEC) સમૂહ

આ શપથ ગ્રહણ સમારંભમાં બધા રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપરાંત સરકારે બિમ્સટેક (BIMSTEC) સમૂહના નેતાઓને પણ આમંત્રણ આપ્યુ છે. બિમ્સટેક દેશના નેતાઓને સરકારની ‘પડોશી પ્રથમ' નીતિ હેઠળ આમંત્રણ આપવામાં આવ્યુ છે. મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યુ કે શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વર્તમાન અધ્યક્ષ તેમજ કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ તથા મૉરીશસના પ્રધાનમંત્રીને પણ શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.

English summary
Arvind Kejriwal will attend the swearing-in ceremony of Narendra Modi as prime minister on Thursday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X