For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને 20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેવું પડશે!

મુંબઈની ક્રૂઝ શિપ પર કથિત ડ્રગ પાર્ટી દરમિયાન પકડાયેલા આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજીઓ પર મુંબઈ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે 20 ઓક્ટોબર સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 ઓક્ટોબર : મુંબઈની ક્રૂઝ શિપ પર કથિત ડ્રગ પાર્ટી દરમિયાન પકડાયેલા આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજીઓ પર મુંબઈ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે 20 ઓક્ટોબર સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આનો અર્થ એ થયો કે આર્યન ખાન સહિત અન્ય આરોપીઓએ જેલમાં રાત વિતાવવી પડશે, જો કે 20 ઓક્ટોબરે પણ તેમને જામીન મળે છે કે નહીં તેનું હજુ કંઈ કહી શકાય નહીં. આર્યન ખાનના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેના અસીલના જામીન તપાસને અસર કરશે નહીં, તેને માત્ર અનુમાનના આધારે જેલમાં રાખી શકાય નહીં.

Aryan Khan

બીજી તરફ એનસીબી વતી એસજી અનિલ સિંહે પોતાની દલીલમાં કહ્યું કે આર્યન ખાને નવુ નવુ ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું નથી, તે વર્ષોથી લેતો આવ્યો છે. NCB એ કહ્યું કે અરબાઝ મર્ચન્ટ અને શિપમાંથી મળી આવેલુ ડ્રગ્સ આર્યન ખાન જ લેવાનો હતો, તે માત્ર આર્યન ખાન માટે હતી. NCB એ આગળ કહ્યું કે જો જહાજ ત્યાંથી (મુંબઈ) નીકળી ગયુ હોત અને પાર્ટી શરૂ થઈ હોત તો તમામ આરોપીઓ ડ્રગ્સ લેવાના હતા. NCB પાસે આનો પુરાવો છે. નક્કર પુરાવાના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

જો કે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન અરજી પરનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી અનામત રાખ્યો છે. કેસની આગામી સુનાવણી હવે આવતા અઠવાડિયે બુધવારે થશે. જજ વીવી પાટિલ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધાણેજાની જામીન અરજીઓ પર પોતાનો મહત્વનો ચુકાદો આપશે. ન્યાયાધીશ વી.વી.પાટીલે કહ્યું કે તે 20 ઓક્ટોબરે પણ વ્યસ્ત છે, પરંતુ તે દિવસે તે જામીન પર સુનાવણી કરવાનો પ્રયત્ન કરશે. આ દરમિયાન આર્યનના વકીલ અમિત દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે, આજના બાળકોની વાત કરવાનો સ્વર અલગ છે, જે NCB ને શંકાસ્પદ લાગી શકે છે. શું તમને લાગે છે કે આ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરમાં સામેલ હોય?

English summary
Aryan Khan will have to stay in jail till October 20 in drugs case!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X