પીએમ મોદીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો, જીત પર ફૂટશે ફટાકડાઃ કેજરીવાલ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પીએમ નરેન્દ્ર મોદી પર અપાયેલા એક નિવેદન બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યુ છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પીએમ નરેન્દ્ર મોદી પર અપાયેલા એક નિવેદન બાદ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને મોદી પર નિશાન સાધ્યુ છે. કેજરીવાલે બુધવારે ટ્વીટ કરીને પીએમ મોદીને ભાજપની સ્ટાઈલમાં સવાલ પૂછ્યો છે. ઈમરાને મંગળવારે કહ્યુ છે કે નરેન્દ્ર મોદી જો લોકસભા ચૂંટણીમાં જીતીને ફરીથી ભારતના પીએમ બનશે તો ફરીથી શાંતિ મંત્રણા માટે સારા મોકા મળશે.

દેશવાસીઓને સત્ય જાણવાની અપીલ

દેશવાસીઓને સત્ય જાણવાની અપીલ

બુધવારે કેજરીવાલે ટ્વીટ કર્યુ અને લખ્યુ, ‘પાકિસ્તાન મોદીજીને કેમ જીતાડવા ઈચ્છે છે? મોદીજી દેશને જણાવે કે પાકિસ્તાન સાથે તેમના કેટલા ગાઢ સંબંધો છે?' કેજરીવાલે આગળ લખ્યુ, ‘બધા ભારતવાસીઓ જાણી લે કે જો મોદીજી જીત્યા તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.' કેજરીવાલની ટ્વીટ એટલા માટે ઘણી મહત્વની છે કારણકે અત્યાર સુધી પીએમ નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ ભાજપ હંમેશાથી વિપક્ષ પર હુમલા કરતો આવ્યો છે. કેજરીવાલ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને લખ્યુ કે પાકિસ્તાન અધિકૃત રીતે મોદી સાથે થઈ ગયો છે.

શું કહ્યુ હતુ ઈમરાન ખાને

પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન મંગળવારે અમુક વિદેશી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા અને એ દરમિયાન તેમણે આ વાત કહી છે. ઈમરાને કહ્યુ કે જો ભારતની આગામી સરકાર વિપક્ષી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં બને તો કદાચ આ પાર્ટી કાશ્મીર પર પાકિસ્તાન સાથે કોઈ પ્રકારની સુલેહ કરવામાં ડરશે કારણકે તેને વિરોધની શંકા રહેશે. ઈમરાને કહ્યુ, ‘કદાચ જો ભાજપ કે જે એક રાઈટ વિંગ પાર્ટી છે તે જીતે તો પછી કાશ્મીર પર કોઈ પ્રકારની સુલેહ સંભવ છે.'

કોંગ્રેસ માટે ચોંકાવનારુ

જો કે ઈમરાને એ પણ કહ્યુ છે કે ભારતમાં હાલમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તે વિશે તેમણે ક્યારેય વિચાર્યુ નહોતુ. ઈમરાનના જણાવ્યા અનુસાર ભાજપના શાસનમાં ભારતમાં મુસલમાનો પર હુમલા થઈ રહ્યા છે. ઈમરાનનું નવુ નિવેદન કોંગ્રેસ માટે ચોંકાવનારુ છે કારણકે તેમણે એક રીતે પાર્ટીને કાશ્મીર મુદ્દો ઉકેલવામાં ભારતની એ ભાવિ સરકાર તરીકે દર્શાવી દીધી છે જે ડરપોક હશે. ગુરુવારે સામાન્ય ચૂંટણીનો પ્રારંભ થઈ રહ્યો છે અને પહેલા તબક્કાનું મતદાન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X