For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકીઓનું ફંડિંગ કરે છે ઓવૈસી- ભાજપના ધારાસભ્યનો આરોપ

આતંકીઓનું ફંડિંગ કરે છે ઓવૈસી- ભાજપના ધારાસભ્યનો આરોપ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ AIAMIMના નેતા અસાદુ્દ્દીન ઓવૈસી વિરુદ્ધ ભાજપના નેતા ટી રાજ સિંહે વિવાદિત નિવેદન આપ્યું છે. રાજા સિંહે ઓવૈસી પર આરોપ લગાવ્યો છે કે તે આતંકીઓની આર્થિક મદદ કરે છે. તેમણે આ વાતનો ભરોસો જતાવ્યો છે કે ભાજપ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદથી જીત હાંસલ કરશે, જે બાદ અહીં ઓવૈસીનો જમાનો ખતમ થઈ જશે. જણાવી દઈએ કે હાલમાં જ ઓવૈસીએ કહ્યું હતું કે મુસલમાન દેશના ભાડૂત નહિ બલકે ભાગીદાર છે.

આતંકીઓની મદદ કરે છે ઓવૈસી

આતંકીઓની મદદ કરે છે ઓવૈસી

રાજા સિંહે કહ્યું કે અસાદુદ્દીન ઓવૈસી આતંકીઓની આર્થિક મદદ કરે છે, આજે તેમના સંસદીય ક્ષેત્રમાં અલગ-અલગ દેશના 7000 મુસલમાન રહે છે. જૂના શહેરમાં લોકો ઓવૈસી વિરુદ્ધ છે કેમ કે તેમણે અહીં વિકાસના કોઈ કામ નથી કર્યાં. અમે આના પર વાતને લઈને પૂરી રીતે આશ્વસ્ત છીએ કે 2024માં બાજપ હૈદરાબાદથી જરૂર જીતશે અને તેની સાથે જ અહીં ઓવૈસીનો જમાનો ખતમ થઈ જશે. અગાઉ કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ પણ હૈદરાબાદને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું.

મંત્રીએ આપ્યું હતું વિવાદિત નિવેદન

મંત્રીએ આપ્યું હતું વિવાદિત નિવેદન

રેડ્ડીએ કહ્યું હતું કે દેશમાં જ્યાં પણ આતંકી હુમલા થાય છે, તેના મૂળીયાં હૈદરાબાદ સાથે જોડાયેલાં રહે છે. તેમણે હૈદરાબાદને આતંકવાદનો અડ્ડો ગણાવ્યો. રેડ્ડીના નિવેદન પર ઓવૈસીએ કહ્યું હતું કે તેણે બહુ શર્મનાક નિવેદન આપ્યું છે. આવા પ્રકારની વાત કરી તેમણે સાબિત કરી દીધું કે તેઓ મંત્રી પદના લાયક નથી. પરંતુ અમે તેમનાથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ આવા પ્રકારની જ વાતો કરે અને જ્યાં પણ ભાજપ વાળા મુસલમાનોને જુએ તેમને આતંકીની નજરથી જુએ.

રેડ્ડીનું સમર્થન કર્યું

રેડ્ડીનું સમર્થન કર્યું

રેડ્ડીના નિવેદનનું સમર્થન કરતા રાજા સિંહે કહ્યું કે બાજપના સાંસદ કિશન રેડ્ડીના નિવેદનનું સમર્થન કરું છું કેમ કે જ્યારે છેલ્લે હૈદરાબાદમાં વિસ્ફોટ થયો હતો તો આ મામલામાં આરોપી હૈદરાબાદ લોકસભા ક્ષેત્રના જ લોકો હતા. જો આપણે ગુજરાતના હરેન પંડ્યા મામલાની વાત કરીએ તો તે સમયે પણ આરોપી હૈદરાબાદ સંસદીય ક્ષેત્રથી અતા, એટલું જ નહિ 12 આઈએસઆઈએસના આતંકી પણ આ સંસદીય ક્ષેત્રના જ પકડાયા છે. રાજા સિંહે કહ્યું કે મુસલમાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી નહિ, બલકે ઓવૈસીથી ડરેલા છે. તેમણે માંગણી કરી કે હૈદરાબાદમાં પણ એનઆરસીને લાગૂ કરાવવું જોઈએ, જેનાથી જે મુસલમાનો હૈદરાબાદના નથી તેમને બહારનો રસ્તો દેખાડી શકાય.

NSA માટે પીએમ મોદીએ ફરીથી જતાવ્યો અજીત ડોવાલ પર ભરોસો, મળશે કેબિનેટ મંત્રીનો દરજ્જો NSA માટે પીએમ મોદીએ ફરીથી જતાવ્યો અજીત ડોવાલ પર ભરોસો, મળશે કેબિનેટ મંત્રીનો દરજ્જો

English summary
asaduddin owaisi funding terrorists says bjp leader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X