અસદુદ્દીન ઓવૈસીએ રેલીમાં રેપ પીડિતાઓના નામ કર્યા જાહેર

Written By:
Subscribe to Oneindia News

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-મુસલિમીનના પ્રમુખ અસદુદ્દીન ઔવેસી એ બદાયૂંમાં એક જનસભા સંબોધિત કરતી વખતે રેપ પીડિતા નું નામ જાહેર કરતાં વિવાદ સર્જાયો છે. તેમણે રેલી સંબોધન દરમિયાન એમનેસ્ટી ઇન્ટરનેશનલની રિપોર્ટનો ઉલ્લેખ કરતાં રેપ પીડિતાઓનાં નામ લોકો સામે જાહેર કરી દીધાં હતા.

તેમણે રેલી સંબંધોનમાં કહ્યું કે, એમનેસ્ટી ઇન્ટરનેશનલે વર્ષ 2013માં મુઝફ્ફરનગરમાં મહિલા સાથે થયેલા દુષ્કર્મ બાદ તેની પીડાને લોકો સામે મુકવાનું કામ કર્યું હતું, જે પછી 7 પીડિત મહિલાઓએ સુપ્રીમ કોર્ટના બારણા ખખડાવ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ઓવૈસીએ ત્રણવાર પીડિતાનું નામ લીધું હતું.

asaduddin owaisi

બાળક સામે થયું દુષ્કર્મ

ઓવૈસીએ કહ્યું કે, બાળકને બંદૂકની અણીએ રાખી મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળક આ દરમિયાન બેભાન થઇ ગયું હતું. મહિલાને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને એવી પણ ધમકી આપવામાં આવી હતી કે, જો તે અદાલતમાં આરોપીઓની ઓળખાણ આપશે તો તેના બાળકની હત્યા કરવામાં આવશે.

અખિલેશ યાદવ પર પ્રહારો

તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ પોતાના ઘોષણા પત્રમાં મહિલાઓને પ્રેશર કૂકર અને ઘી આપવાના વાયદાઓ કરી રહ્યાં છે, પરંતુ આ બધાનો શું ફાયદો જો તેઓ મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ જતા હોય?

અહીં વાંચો - મુલાયમ અને અખિલેશનો ઝગડો માત્ર એક નાટક હતું..

વિચિત્ર સફાઇ

જ્યારે ઓવૈસીને પુછવામાં આવ્યું કે, તેમણે રેપ પીડિતાનું નામ શા માટે જાહેર કર્યું, ત્યારે એના જવાબમાં તેમણે કહ્યું કે, મેં માત્ર એમનેસ્ટી ઇન્ટરનેશનલનો અહેવાલ લોકો સામે વાંચ્યો છે. ઉત્તર પ્રદેશમાં રેપ કેસમાં 200 ટકાનો વધારો નોંધાયો છે. મેં જે પણ કહ્યું તે રિપોર્ટમાં લખાયું છે અને આ તથ્યોને કોઇ બદલી શકે એમ નથી.

English summary
Asaduddin Owaisi reveals the name of rape survivors in a rally in Badayun. He reveals all the name of rape survivors thrice in the rally.
Please Wait while comments are loading...