For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓવૈસીઃ ‘જો લગ્નેત્તર સંબંધો ગુનો નથી તો ત્રણ તલાક કેમ?'

અસદુદ્દીન ઓવૈસીએ એડલ્ટરી કાયદા પર આવેલા કોર્ટના ચુકાદાના સહારે ભાજપ પર નિશાન સાધ્યુ છે. ઓવૈસીએ ત્રણ તલાક પર લાવવામાં આવેલા અધિનિયમને પાછો ખેંચવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

એડલ્ટરી કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રાજકારણ શરૂ થઈ ગયુ છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સવાલ ઉભા કર્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ એડલ્ટરી કાયદા પર આવેલા કોર્ટના ચુકાદાના સહારે ભાજપ પર નિશાન સાધ્યુ છે. ઓવૈસીએ ત્રણ તલાક પર લાવવામાં આવેલા અધિનિયમને પાછો ખેંચવાની માંગ કરી છે. વળી, ઓવૈસીએ સરકારને પૂછ્યુ કે, 'શું મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદામાંથી પાઠ શીખીને ત્રણ તલાક પર પોતાના ગેરબંધારણીય અધિનિયમને પાછો ખેંચશે?'

સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરબંધારણીય નથી કહ્યુ

સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરબંધારણીય નથી કહ્યુ

સર્વોચ્ચ અદાલતના ચુકાદા પર ટિપ્પણી કરતા ઓવૈસીએ ટ્વિટ કર્યુ કે, સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરબંધારણીય નથી કહ્યુ. જ્યારે કોર્ટે 377 અને 497 ને ગેરબંધારણીય ગણાવી છે. શું મોદી સરકાર આ ચુકાદાઓમાંથી શીખશે અને ત્રણ તલાક પર પોતાનો ગેરબંધારણીય અધિનિયમ પાછો ખેંચશે? ઓવૈસી આટલેથી ના રોકાયા. તેમણે વધુ એક ટ્વિટ કર્યુ જેમાં તેમણે લખ્યુ કલમ 377 અને કલમ 497 હવે ગુનો નથી પરંતુ ત્રણ તલાકને ગુનો માનવામાં આવ્યો છે. શું ઈન્સાફ છે મિત્રોં...ભાજપ શું કરશે.'

આ પણ વાંચોઃ એડલ્ટરી કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતોઆ પણ વાંચોઃ એડલ્ટરી કાયદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો

મારા વિચારથી ત્રણ તલાકને કોર્ટમાં પડકારવી જોઈએ

મારા વિચારથી ત્રણ તલાકને કોર્ટમાં પડકારવી જોઈએ

ઓવૈસીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, મારા વિચારથી ત્રણ તલાકને કોર્ટમાં પડકારવો જોઈએ. અધિનિયમના પહેલા પેજમાં સરકારે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે આને ગેરબંધારણીય ગણાવ્યુ છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આને ખતમ કરવા સિવાય આવુ કંઈ પણ કહ્યુ નથી.

કલમ 497 ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી

કલમ 497 ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની 5 જજોની ખંડપીઠે ગુરુવારે મહિલા અને પુરુષ વચ્ચે લગ્નેત્તર સંબંધો સાથે જોડાયેલી આઈપીસીની કલમ 497 ને ગેરબંધારણીય ગણાવી છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીવાળી આ ખંડપીઠે કહ્યુ કે કોઈ પણ રીતે મહિલા સાથે અસમ્માનીય વ્યવહાર કરી શકાય નહિ. આપણા લોકતંત્રની ખૂબી ‘હું તમે અને આપણે' ની છે. આ જ રીતે પાંચ જજોની ખંડપીઠે એકમતથી બે પુખ્તો વચ્ચે સંમતિથી બનાવેલા સમલૈંગિક સંબંધને ગુનો ગણતી કલમ 377 ને પણ ખતમ કરી દીધી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી-ઈમેનુએલ મેક્રોં બન્યા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ', UN એ કર્યા સમ્માનિતઆ પણ વાંચોઃ પીએમ મોદી-ઈમેનુએલ મેક્રોં બન્યા ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ', UN એ કર્યા સમ્માનિત

English summary
Asaduddin Owaisi says Supreme Court didn’t say Triple Talaaq is Unconstitutional but Apex Court has said 377 and 497 is Unconstitutional
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X