આસારામે કહ્યું, ‘જેલ જઇશ તો અપવિત્ર થઇ જઇશ’
શાહજહાંપુર, 1 સપ્ટેમ્બરઃઆધ્યાત્મિક ગુરુ આસારામની શનિવારે રાત્રે ઇન્દોરમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ વિમાનથી દિલ્હી લાવામાં આવ્યા અને પછી દિલ્હીથી જોધપુર પણ તેમને હવાઇ માર્ગે લાવવામાં આવ્યા છે. આસારામ બપોરે અંદાજે 12.15 વાગ્યે દિલ્હી પહોંચ્યા. આસારામ જેલ જવામાં આનાકાની કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, હં જેલ નહીં જાઉં, કારણ કે જેલ જવાથી હું અપવિત્ર થઇ જઇશ.
ઇન્દોરથી દિલ્હીની ઉડાન દરમિયાન આસારામ પોતાની સીટ પર માળા જપી રહ્યા હતા. આસારામને જોધપુરમાં પોલીસ લાઇન લઇ જવાઇ રહ્યાં છે. જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે.

આસારામના સમર્થકોના હંગામાને જોઇને જોધપુરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોધપુરમાં જવા દેવામાં આવી રહ્યાં નથી. શનિવારે જોધપુરમાં જ આસારામના સમર્થકોએ મીડિયાકર્મીઓ પર હુમલો કરી દીધો હતો, જેમાં એક મીડિયાકર્મીને ઘણી ઇજા પહોંચી હતી.
આસારામે ફરી કહ્યું કે તે નિર્દોષ છે
આસારામે ધરપકડ પહેલા પોતાના ભક્તોને કહ્યું કે, હું એક ગુનેગાર નથી, જેવો વ્યવહાર મારી સાથે કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમાં તેમનો કોઇ દોષ નથી, તમે તેમને બદુઆ ના આપતા. 27મીએ નોટિસ પાઠવી કે મારે 30મી હાજર થવાનું છે. મે 30ની ટીકીટ કરાવી લીધી. સવારે મારા શરીરે સાથ આપ્યો નહીં, સાંજે મે ટીકીટ કેન્સલ કરાવી લીધી. સાંજે મે ટીકીટ કરાવી લીદી હતી, મને યાદ છે કે કોઇ કારણવસ એ ફ્લાઇટ કેન્સલ થઇ ગઇ. પોલીસ નીકળી ચૂકી છે. મને ઇન્દોર પહોંચવાનું સમન આપવામાં આવ્યું છે, તો ઇન્દોર પહોંચવુ જ ઉચીત છે, તો હું ઇન્દોર આવી ગયો. અમને ખબર પડી કે પોલીસ 4 વાગ્યે પહોંચશે. હું 2.30 વાગ્યાથી તેમની રાહ જોઇ રહ્યો છું. જે પૂછવું હોય તે પૂછી લે.
કાયદાથી વધારે કોઇ નહીં: ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આસારામની ધરપકડ પર કહ્યું કે, દેશના કાયદાથી ઉપર કોઇ નથી. ભાજપે આસારામનું સમર્થન કરીને પોતાનો સાચો ચહેરો દર્શાવી દીધો છે. હું મીડિયા પર આ હુમલાની આકરી ટીકા કરું છું.
આસારામને મળી રહી છે વીઆઇપી ટ્રીટમેન્ટ
જોધપુર પોલીસે આસારામની ધરપકડ તો કરી લીધી, પરંતુ આસારામને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવાનો આરોપ લાગી રહ્યો હતો. દિલ્હી એરપોર્ટ પર પણ જોવા મળ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે, આસારામને મળવા તેના ભક્તો આવી પહોંચ્યા, પરંતુને મીડિયાને આસારામને મળવાની પરવાનગી નથી.
આસારમની ધરપકડ બાદ પીડિતાના પિતાએ તોડ્યા અનશન
આસારામના પુત્રએ તમો સગીરાને પાગલ અને માનસિક રીતે અસ્થિર ગણાવી. આસારામની ધરપકડમાં મોડું થવાના કારણે પીડિતાના પિતાએ ન્યાય મેળવવા માટે સરકાર અને પોલીસના દરવાજા ખખડાવ્યા અને તેથી તે આમરણ અનશન પર બેસી ગયા હતા.












Click it and Unblock the Notifications
