આસારામ બાપૂના આશ્રમમાં યૌન શોષણ, થઇ બળાત્કારની પુષ્ટિ
નવી દિલ્હી, 21 ઓગષ્ટ: દરરોજ સવારે ચેનલો પર પ્રવચન આપનાર સંત આસારામ બાપૂ પર જે છોકરીએ ગંભીર આરોપ લગાવ્યો હતો, તેનું દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ડૉક્ટરોએ બળાત્કારની પુષ્ટિ કરી દિધી છે. દિલ્હી પોલીસે રિપોર્ટની એક કોપી જોધપુર પોલીસને મોકલી દિધી છે, જ્યાં આ કેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.
72 વર્ષીય સંત આસારામ બાપૂ વિરૂદ્ધ એક કિશોર છોકરીએ આરોપ લગાવ્યો હતો કે તેમને તેની સાથે બંધ રૂમમાં બળાત્કાર ગુજાર્યો છે. એફઆરઆઇ અનુસાર છોકરી તેમના આશ્રમમાં ભણતી હતી, થોડા દિવસોથી તબિયત સારી ન હતી. તેને આ વાત પોતાના માતા-પિતાને ફોન પર જણાવી. તેની માતા છોકરીની સ્થિતી જોવા માટે આશ્રમમાં પહોંચી ગઇ, તો ત્યાં તેને કહેવામાં આવ્યું કે છોકરીની વિશેષ સારવાર થશે. તેની સારવાર અનુષ્ઠાનના માધ્યમથી કરવામાં આવશે, જે એક બંધ રૂમમાં થશે. છોકરીએ આરોપ લગાવ્યો છે કે અનુષ્ઠાનના બહાને તેની સાથે આસારામ બાપૂએ દુષ્કર્મ આચર્યું. આ મામલો દિલ્હી પોલીસે દાખલ કર્યા બાદ જોધપુર ટ્રાન્સફર કરી દિધો છે.
આ પહેલાં વર્ષ 2009માં રાજૂ ચંડક ઉર્ફે રાજૂ લંબૂ નામકે આશ્રમમાં જ કામ કરનાર એક વ્યક્તિને કોર્ટ સમક્ષ સોગંદનામું લખીને આપ્યું હતું કે આસારામ બાપૂ તંત્ર-મંત્રની આડમાં છોકરીનું યૌન શોષણ કરે છે. રાજૂનો દાવો હતો કે તેને પોતે જોયું છે. તે દરમિયાન રાજૂ લંબૂ ઉપર જીવલેણ હુમલો થયો, જેમાં આસારામ બાપૂ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કેસની તપાસ આગળ વધી, પરંતુ થોડા દિવસો બાદ એક ન્યૂઝ ચેનલે સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી રાજૂ લંબૂનો ભાંડો ફોડી દિધો.
સ્ટિંગ ઓપરેશનમાં જાણવા મળ્યું કે રાજૂ સંત આસારામને યૌનશોષણના કેસમાં જેલ પહોંચાડવાના ઉદ્દેશ્યથી 5 લાખ રૂપિયામાં એક છોકરીને લઇને આવ્યો હતો. તે છોકરીને પોલીસ સમક્ષ નિવેદન આપવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે છોકરીને ટ્રેનિંગ આપનાર એક વકિલ પણ હતો, જેને તેને જણાવ્યું હતું કે તેના કયા નિવેદન પર આસારામ બાપૂ પર કઇ કલમ લાગશે. તેને પહેલાં રાજૂ છોકરીને લઇને પ્રેસ કોન્ફરન્સ કરતો હતો, ન્યૂઝ ચેનલે ટીવી પર સ્ટિંગ ઓપરેશન ફ્લેશ કરી દિધો, ત્યારબાદ તેને પોલીસે ધરપકડ કરી લીધી. રાજૂ લંબૂ આસારામ બાપૂના આશ્રમમાં 20 વર્ષ સુધી કામ કરી ચૂક્યો હતો અને તેમના ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ હતો.













Click it and Unblock the Notifications
