For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જાણો છો આસારામ બાપૂના આ 10 વિવાદો વિશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઓગષ્ટ: કરોડો લોકોની આસ્થાના પ્રાણ બની ચૂકેલા સંત આસારામ બાપૂ પર દિલ્હીની એક કિશોર છોકરીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. છોકરીએ તમામ આરોપ લગાવતાં દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં કેસ નોંધાવ્યો છે. આ આરોપ બાદ ફરી એકવાર આસારામ બાપૂ વિવાદોમાં ફસાઇ ગયા છે. આમ જોવા જોઇએ તો તેમનો વિવાદો સાથે જૂનો સંબંધ છે અને અમે આ સંબંધને ફરી એકવાર તમારી સમક્ષ લાવીશું.

પોતાના સમાગમોમાં નાટકીય ભૂમિકાઓ ભજવવા માટે પ્રસિદ્ધ આસારામ બાપૂના સંત કેરિયરની શરૂઆતની આજથી લગભગ 38 વર્ષ પહેલાં થઇ હતી. તેમને 30 વર્ષની ઉંમરે એક કુટીરની સ્થાપના કરી, જે આજે એક ભવ્ય આશ્રમનું રૂપ લઇ ચૂક્યો છે, જ્યાં દર વર્ષે આસારામ બાપૂ હજારો ભક્તો સાથે ભગવાન કૃષ્ણ બનીને હોળી રમે છે. 500 કરોડથી વધુની સંપત્તિના માલિક આસારામ બાપૂ દેશ-દુનિયામાં 200થી વધુ આશ્રમ છે, 12 હજાર કરોડની જમીન છે.

90ના દાયકામાં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રામાં આસારામ બાપૂએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રથયાત્રા માટે આસારામ બાપૂના જનાધારમાં મોટી ભૂમિકા ભજવી હતી. તે જનાધારને જોતાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ આસારામ બાપૂની ખૂબ પ્રશંસા કરી હતી. ત્યારબાદ દિલ્હીના એક સંમેલનમાં પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરે તેમના પગે પડ્યા હતા. કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલા આસારામ બાપૂના ભક્ત ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ છે. તે ભક્તોની ભાવનાઓને ત્યારે ઠેસ પહોંચી ત્યારે તેમના પર યૌન શોષણનો કેસ દાખલ થયો.

યૌન શોષણનો આરોપ લગાવનાર છોકરીનો દાવો છે કે તેમના આશ્રમમાં તેનો કેટલાય દિવસો સુધી યૌન શોષણ થયું. આ છોકરી જોધપુર સ્થિત આસારામ બાપૂના ગુરૂકુળમાં જ રહીને અભ્યાસ કરતી હતી. તેને પોલીસને જણાવ્યું હતું કે આસારામ બાપૂએ તેને આશ્રમમાં બોલાવીને તેની સાથે ખોટું કામ કર્યું છે. તો દિલ્હીમાં આસારામ બાપૂના ટ્રસ્ટના પ્રવક્તા નીલમનું કહેવું છે કે આ બધા આરોપો પાયાવિહોણા છે અને કોઇએ સમજી વિચારીને આસારામ બાપૂ વિરૂદ્ધ કાવતરું રચ્યું છે.

જમીન પર કબજાનો આરોપ

જમીન પર કબજાનો આરોપ

વર્ષ 2000માં આસારામ બાપૂ વિરૂદ્ધ લગભગ 10 એકર જમીન પર કબજો કરવાનો આરોપ છે. આ કેસ નવસારી જિલ્લામાં નોંધવામાં આવ્યો છે. આ મુદ્દે ભૈરવી ગામના લોકોએ આસારામ બાપૂ વિરૂદ્ધ ઘણીવાર પ્રદર્શન પણ કર્યા. જ્યારે કેસ કોર્ટ સુધી પહોંચ્યો તો જિલ્લા તંત્રએ આસારામ બાપૂને આસારામ બાપૂના આશ્રમ પર બુલડોઝર ફેરવી દિધું.

જમીન પર ગેરકારદેસર કબજો

જમીન પર ગેરકારદેસર કબજો

આસારામ બાપૂની યોગ વેદાંત સમિતિએ રતલામ સ્થિત મંગલયા મંદિર પાસે 2001માં 11 દિવસ માટે એક જમીન લીધી. ત્યારબાદ લગભગ આ 100 એકર જમીન પર કબજો કરી લીધો. આ જમીનની કિંમત 700 કરોડની છે. આ મુદ્દે આસારામ બાપૂ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. તે સમયે આ જમીન જયંત વિટામિન્સ લિમિટેડ પાસે છે.

તંત્ર-મંત્ર વડે હત્યાનો પ્રયત્ન

તંત્ર-મંત્ર વડે હત્યાનો પ્રયત્ન

ડિસેમ્બર 2009માં આસારામ બાપૂ પર રાજૂ ચંદક નામના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે આસારામ બાપૂએ તેને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો છે. તેને એ પણ આરોપ લગાવ્યો હતો કે તેમના આશ્રમમાં તંત્ર-મંત્ર તથા કાળા જાદૂની વિધિ થાય છે અને મહિલાઓનું શોષણ કરવામાં આવે છે.

આશ્રમમાં બાળકોનું મોત

આશ્રમમાં બાળકોનું મોત

વર્ષ 2008માં સંત આસારામ બાપૂના આશ્રમમાં બે બાળકોનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. તેમની લાશ સાબરમતીના કિનારેથી મળી આવી હતી. બંને મોટેરા સ્થિત ગુરૂકુળમાં અભ્યાસ કરતા હતા. આ મુદ્દે સીબીઆઇ તપાસ સોંપવામાં આવી હતી. તે દરમિયાન પ્રફૂલ વાધેલાએ આરોપ લગાવ્યો હતો કે તંત્ર-મંત્રના ચક્કરમાં તેમના બાળકોને મારી નાખ્યાં છે. જો કે સુપ્રીમ કોર્ટે આસારામ બાપૂને આ મુદ્દે છોડી મુક્યા હતા.

તમાચો ઝીંક્યો

તમાચો ઝીંક્યો

આસારામ બાપૂએ થોડા વર્ષો પહેલાં એક સમારોહમાં ભારે ભીડમાં પત્રકારને તમાચો ચોડી દિધો હતો. જે મુદ્દે મીડિયાએ તેમના વિરૂદ્ધ મોરચો માંડી દિધો હતો.

વિદિશામાં ભક્તને પેટ પર મારી લાત

વિદિશામાં ભક્તને પેટ પર મારી લાત

ફેબ્રુઆરી 2013માં મધ્યપ્રદેશના વિદિશામાં આસારામના સત્સંગ દરમિયાન અમાન સિંહ દાંગી નામના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે પ્રવચન પૂર્ણ થયા બાદ તે આર્શીવાદ લેવા માટે આસારામ બાપૂના પગમાં પડેલા ભક્તને લાત મારી પોતાની દૂર કરી દિધો હતો. અમાન દાંગીનું કહેવું છે કે ત્યારબાદ તે થોડીવાર સુધી વ્યવસ્થિત રીતે ચાલી પણ શક્યો ન હતો.

પત્રકારોને કુતરા કહ્યું

પત્રકારોને કુતરા કહ્યું

સંત આસારામ બાપૂએ બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશમાં એક સમંલેન દરમિયાન કહ્યું હતું કે પત્રકાર તો કુતરા હોય છે, જ્યાં બોલાવો ત્યાં ચાલ્યા આવે છે. આ મુદ્દે મીડિયાએ તેમના વિરૂદ્ધ જોરદાર બબાલ મચાવી હતી.

દિલ્હી ગેંગરેપ પર સંવેદનહીન નિવેદન

દિલ્હી ગેંગરેપ પર સંવેદનહીન નિવેદન

ગત વર્ષે ડિસેમ્બરમાં દિલ્હી ગેંગરેપ બાદ જ્યારે દેશ ભડકી રહ્યો હતો, ત્યારે આસારામ બાપૂએ કહ્યું હતું કે પાંચ-છ દોષિત પુરવાર ન થાય, સાચી ગુનેગાર તો છોકરી છે. તેને તે હેવાનોને ભાઇ કહીને જીવની ભીખ માંગવી જોઇતી હતી.

નરેન્દ્ર મોદીને ધમકાવ્યા

નરેન્દ્ર મોદીને ધમકાવ્યા

વહિવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્રમાં આસારામ બાપૂ દ્વારા આયોજિત સંત્સંગની પરવાનગી ન આપવામાં આવતાં આસારામ બાપૂ ગુસ્સે ભરાયા હતા, આસારામ બાપૂએ તેને પડકારતાં ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી આડે હાથ લેતાં ચેતાવણી આપી દિધી હતી. પોલીસ દ્વારા આસારામ બાપૂના સત્સંગ માટે પસંદ કરવામાં આવેલા આયોજન સ્થળ પર પહોંચીને આયોજકોને દૂર કરવાની વાત પર ગુસ્સે ભરાયેલા આસારામ બાપૂએ કહ્યું હતું કે જે સત્સંગ ને રોકશે તે પોતે નષ્ટ થઇ જશે.

કિશોર છોકરીનું યૌન શોષણ

કિશોર છોકરીનું યૌન શોષણ

સંત આસારામ બાપૂ એક નવી મુસિબતમાં ફસાઇ ગયા છે. આ વખતે તેમના પર યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ જોધપુરની એક કિશોર છોકરીએ લગાવ્યો છે. દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં આસારામ બાપૂ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

English summary
A girl from Jodhpur has registered the case of sexual harassment against Sant Asaram Bapu in Delhi. Here are top 10 controversies of Asaram Bapu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X