LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક?
LPG Shortage: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સરકારે લોકોને ભરોસો આપ્યો છે કે દેશમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'ઈંધણ કે રાંધણ ગેસ માટે ગભરાવાની (Panic) કોઈ જરૂર નથી, કારણ કે સપ્લાય ચેઈન સામાન્ય રીતે કામ કરી રહી છે.'
દેશભરમાં કોમર્શિયલ LPGની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થવાના સમાચારો વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે, 'રાંધણ ગેસના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થયો છે. ગભરાવાની જરૂર નથી, સરકારે ઘરેલું વપરાશ માટેના LPGને પ્રાથમિકતા આપી છે.'

પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી (માર્કેટિંગ અને ઓઈલ રિફાઈનરી) સુજાતા શર્માએ જણાવ્યું કે, 'દેશ તેની જરૂરિયાતના 60 ટકા LPG વિદેશથી મંગાવતો હતો, જેમાંથી 90 ટકા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) દ્વારા આવતો હતો. ઈરાને અમેરિકા અને ઈઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે તેને બંધ કરી દીધો છે. પેનિક બુકિંગને કારણે આ સંકટ ગંભીર લાગી રહ્યું છે, પરંતુ રશ બુકિંગ કરવાની કોઈ જરૂર નથી.'
LPG સિલિન્ડર રીબુકિંગનો સમયગાળો 25 દિવસ કરાયો
તેમણે વધુમાં ઉમેર્યું કે, 'વિતરણ સ્તરે મનસ્વી રીતે સામાનની હેરફેર રોકવા માટે, અમે 'વન ટાઈમ ડિલિવરી કોડ' (OTP) દ્વારા ડિલિવરી સુનિશ્ચિત કરી રહ્યા છીએ. વધુમાં, LPG સિલિન્ડર રીબુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે.'
ક્રૂડ ઓઈલ અંગે પણ ચિંતાની જરૂર નથી
સુજાતા શર્માએ કહ્યું કે, 'ક્રૂડ ઓઈલ બાબતે પણ ચિંતા કરવાની જરૂર નથી. તેલની આવક દરરોજની જરૂરિયાત 5.5 મિલિયન બેરલ કરતાં વધુ થઈ રહી છે. હોર્મુઝ ભલે બંધ હોય, પણ ભારતને અન્ય 40 દેશોમાંથી ક્રૂડ ઓઈલ મળી રહ્યું છે અને રિફાઈનરીઓ તેની પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે.'
LPG Booking Process: જાણો કેવી રીતે કરશો ઓનલાઈન બુકિંગ?
તમે વોટ્સએપ (WhatsApp) પર મેસેજ મોકલીને નીચે મુજબ ગેસ બુક કરી શકો છો:
- Indane: 7588888824 પર 'REFILL' ટાઈપ કરીને મોકલો.
- Bharat Gas: 1800224344 પર 'Hi' લખીને મોકલો.
- HP Gas: 9222201122 પર 'Hi' લખીને મોકલો.
મિસ્ડ કોલ દ્વારા બુકિંગ (જો ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા):
- Indane: 8454955555 પર મિસ્ડ કોલ આપો.
- Bharat Gas: 7710955555 પર મિસ્ડ કોલ આપો.
- HP Gas: 9493602222 પર મિસ્ડ કોલ આપો.
UPI એપ દ્વારા બુકિંગ
તમે Google Pay, PhonePe અને Paytm જેવી એપ્સ દ્વારા પણ સિલિન્ડર બુક કરી શકો છો. આ માટે એપમાં 'Recharge & Pay Bills' સેક્શનમાં જઈને 'Book Cylinder' વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ ઉપરાંત, તમે ઓટોમેટેડ ફોન કોલ સિસ્ટમ (IVRS) થી પણ બુકિંગ કરી શકો છો.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
