For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામને પાણીના ટેન્કર મોકલનાર એન્જીનિયર સસ્પેંડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 માર્ચ: ધર્મગુરૂ આસારામ બાપુનો વિવાદો સાથે જનમો જનમનો સંબંધ છે. આસારામ બાપુ હરહંમેશ અવનવા વિવાદોને લઇને સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં છવાયેલા રહે છે. આ વખતે આ મામલો મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્ર એક તરફ દુકાળનો માર સહન કરી રહ્યું છે, લોકો પાણીના ટીપાં-ટીપા માટે વલખા મારી રહ્યાં છે તો બીજી તરફ સંત આસારામ બાપુએ હોળીના નામ પર હજારો લીટર પાણી લોકોના નજર સમક્ષ વહાવી દિધું.

નાગપુરના કસ્તૂરચંદ પાર્કમાં આસારામ બાપુએ પોતાના હજારો ભક્તો સાથે હોળી રમી હજારો લીટર પાણીનો વ્યય કર્યો છે. દુકાળથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં સ્વંભૂ આસારામ બાપુ દ્રારા હોળી પહેલાં આયોજીત સમારોહમાં પાણીના બગાડની ટીકા કરતાં સમર્થકો ક્રોધિત થયા હતા. સોમવારે નવી મુંબઇમાં સરકારની મનાઇ હોવાછતાં મહાનગર પાલિકાના ડેપ્યુટી એન્જીનિયરે આસારામની હોળી માટે પાણીના ટેન્કર મોકલ્યા હતા. સરકારે આ એન્જીનિયરને સસ્પેંડ કરી દિધો છે.

રવિવારે દુકાળથી પ્રભાવિત વિસ્તાર નાગપુરમાં આસારામ બાપુ અને તેમના ભક્તોએ રંગ ઉડાવ્યા હતા. જ્યારે મીડિયાએ આ સમાચાર બતાવ્યા તો આસારામ બાપુના હોંશ ઉડી ગયા અને વાણીમર્યાદા ભૂલી ગયા. રવિવારે પાણીના બગાડનો મુદ્દો મહારાષ્ટ્ર વિધાનસભામાં ગુંજ્યો. સરકારે જાહેરાત કરી દિધી કે હવે તે પાણી પુરૂ પાડશે નહી. નવી મુંબઇમાં સોમવારે હોળી કાર્યક્રમ માટે પાણીના ટેન્કરની સપ્લાય રોકાવી દિધી.

તમામ પ્રકારની મનાઇ હોવાછતાં આસારામ બાપુના ભક્તોએ પાણી હોળી વડે હોળી રમ્યા. તેમને નવી મુંબઇ નગરપાલિકામાઠી પાણીના બે ટેન્કર મોકલવામાં આવ્યા હતા. આ અંગે ખુલાસો થયા બાદ વહિવટી તંત્રએ ટેન્કર મોકલવાના આરોપોમાં મહાનગર પાલિકાના ડેપ્યુટી એન્જીનિયરને સસ્પેંડ કરી દિધા.

English summary
The Nagpur Municipal Corporation on Monday directed the Asaram Bapu Trust to pay Rs 9,367 for seeking drinking water but using it for "some other" purposes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X