આસારામના સમર્થકોએ મીડિયાકર્મીઓ પર કર્યો હુમલો

મુંબઇ, 19 માર્ચ: આસારામ બાપુના સમર્થકોના ટોળાએ મીડિયાકર્મીઓ પર કથિત રીતે હુમલો કરી કેમેરા અને અન્ય ઉપકરણો તોડી નાખ્યાં હતા. દુકાળથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં સ્વંભૂ આસારામ બાપુ દ્રારા હોળી પહેલાં આયોજીત સમારોહમાં પાણીના બગાડની ટીકા કરતાં સમર્થકો ક્રોધિત થયા હતા.

પોલીસે કહ્યું હતું કે આસારામ બાપુના સમર્થકોએ ટેલિવિઝન ચેલનોના સંવાદદાતાઓ પર પથ્થરમારો કર્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો. જેથી તેમના કેમેરાને નુકસાન પહોચ્યું હતું. રબાલે પોલીસ સ્ટેશનના એક અધિકારે કહ્યું હતું કે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને તેમની તપાસ ચાલુ છે.

નવી મુંબઇના એરોલી મેદાનમાં હોળી પહેલાં આયોજીત સમારોહને લઇને આસારામ બાપુની ટીકા થઇ રહી હતી. મહારાષ્ટ્રમાં હાલ દુકાળ જેવી સ્થિતી છે લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં ત્યારે આસારામ બાપુ આવા સમારોહનું આયોજન કરી રહ્યાં છે.

આસારામ બાપુએ તાજેતરમાં સમસ્યામાં ઘેરાયેલા છે, કેન્દ્રિય કોર્પોરેટ મુદ્દે મંત્રાલયના એસએફઆઇઓએ મધ્યપ્રદેશમાં 700 કરોડ રૂપિયાની જમીન પર કબજો કરી તેમના પર આરોપનામું ચલાવવાની પરવાનગી માંગી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X