રેપ પીડિતાને જોઇને ૐ ૐ નો જાપ કરવા લાગ્યા આસારામ!
અમદાવાદ, 18 ઓક્ટોબર: બળાત્કારના આરોપોમાં ફંસાયેલા આસારામની અમદાવાદ પોલીસે ગુરુવારે પીડિતાની સામે બેસાડી પૂછપરછ કરી. આ પૂછપરછ લગભગ 4 કલાક સુધી ચાલી હતી. એટીએસ મુખ્યાલયમાં જ્યારે બંને યુવતીઓ અચાનક આસારામની સામે આવી ગઇ તો આસારામ હેબતાઇ ગયા. તેમના ચહેરા પરનો રંગ ઉડી ગયો.
પીડિતાને સામે લાવ્યા બાદ આસારામને પૂછવામાં આવ્યું કે હવે શું કહેવું છે આરોપો પર, પરંતુ યુવતીના સામે આસારામની જીભ ખચકાવવા લાગી. તેઓ સ્તબ્ધ રહી ગયા અને માથા પર ચિંતાની રેખાઓ વધારે ઘાટી બની ગઇ. આસારામ ૐ ૐ નો જાપ કરવા લાખી. પૂછપરછ દરમિયાન આસારામ દરેક આરોપોને માનવાનો ઇનકાર કરતા રહ્યા.
પોલીસ: આ યુવતીને ઓળખો છો?
આસારામ: હા.
પોલીસ: શું આપ આને જ શાંતિ કુટિરમાં મળ્યા હતા?
આસારામ: હા, આ ત્યાં ધ્યાન માટે આવી હતી.
પોલીસ: શું આપે આની સાથે છેડછાડ કરી હતી?
આસારામ: ના.
પોલીસ: પરંતુ યુવતીનો આરોપ છે કે આપે આની સાથે જબરદસ્તી બળાત્કાર કર્યો છે?
આસારામ: આ બધું કાવતરૂ છે. આ કોઇના દબાણમાં આવીને આવું કરી રહી છે.

પોલીસ અનુસાર પૂછપરછ દરમિયાન આસારામ ઑમનો જાપ કરતા દેખાયા હતા. મનોવૈજ્ઞાનિકોની ટીમ તેમની માનસિક સ્થિતિ માટે હાવભાવ લખી રહ્યા હતા. પોસીસના દરેક સવાલને ટાળવાની કોશીશ કરતા હતા પરતું પીડિત યુવતીએ કેટલાંક પત્રો બહત બતાવ્યાં જેના થકી આસારામ ચુપ છઇ ગયા.












Click it and Unblock the Notifications
