ઓડિયો ટેપ: આસારામે કહ્યું 50 ટકા પહેલા 50, કામ પત્યા બાદ
આસારામ રેપ કાંડમાં હવે એક નવો વળાંક આવ્યો છે. જેમાં આસારામ સાક્ષી જોડે ભાવ તાલ કરી રહ્યા છે, તેવો ઓડિટો ટેપ પોલિસના હાથે લાગ્યો છે. આ ઓડિયો ટેપ બહાર આવતા જ સનસની મચી ગઇ છે. નોંધનીય છે કે દુષ્કર્મ પીડિતાના પિતાને આ ઓડિયો ટેપ શાહજહાંપુર પોલિસને આપ્યો છે.
જેમાં કથિરરૂપે આસારામ એક સાક્ષીને ધમકી આપી રહ્યા છે. અને તેને પૈસા આપીને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. આસારામ રેપ કાંડમાં અત્યાર સુધી 9 સાક્ષીઓને મોતને ધાટ ઉતારવામાં આવ્યા છે. એટલું જ નહીં આ કેસથી જોડાયેલા અનેક લોકોને આજની તારીખ સુધી ધમકીઓ મળી રહી છે.
આ ધટનામાં આસારામ અને તેમના પુત્ર નારાયણ સ્વામીને પોલિસે જેલમાં પુરી દીધા છે. પણ તેમ છતાં તેમના અનેક સપોર્ટસ બહાર રહીને આવા કાળા કામોને અંજામ આપી રહ્યા છે. ત્યારે આસારામના આ કેસ અને આ કથિત ઓડિયો ટેપ વિષે વધુ જાણકારી મેળવો આ ફોટોસ્લાઇડરમાં...

આસારામ ઓડિયો ટેપ
આ ઓડિયો ટેપમાં આસારામ જોધપુર બળાત્કાર કાંડના સાક્ષી એવા કૃપાલ સિંહને ધમકી આપી તેને પૈસાની લાલચ આપીને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આસારામ ઓડિયો ટેપ
એટલું જ નહીં તેણે કૃપાલ સિંહને પૈસા લઇને ચૂપ રહેવા માટે પણ દબાણ કર્યું. અને સીધી રીતે તેમની વાત માની જવા પણ જણાવ્યું

આસારામ ઓડિયો ટેપ
આ ઓડિયોમાં આસારામે કૃપાલ સિંહને 50 ટકા કામ પહેલા અને 50 ટકા કામ પછી આપવાની વાત કરી છે.

આસારામ ઓડિયો ટેપ
નોંધનીય છે કે કૃપાલ સિંહની 10 જુલાઇએ શાહજહાંપુરમાં અજાણ્યો લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ હોસ્પિટલમાં તેને મૃત ધોષિત કરાયો છે.

આસારામ ઓડિયો ટેપ
જો કે પીડિતાના પિતાને આ ઓડિયો ટેપ ખુદ કૃપાલ સિંહે જ આપ્યો હતો.

આસારામ ઓડિયો ટેપ
પીડિતાના પિતાનો દાવો છે કે કૃપાલ સિંહે પીડિતાના પિતાને આ ઓડિયો ટેપ બે મહિના પહેલા જોધપુર કોર્ટની સુનવણી વખતે આપ્યો હતો.

આસારામ ઓડિયો ટેપ
ત્યારે આ ઓડિયો ટેપમાં આસારામનો જ અવાજ છે કે નહીં તેની તપાસ હાલ પોલિસ કરી રહી છે.

આસારામ ઓડિયો ટેપ
ત્યારે આ ઓડિયો ટેપમાં આસારામ કેવી રીતે સાક્ષી કૃપાલ સિંહ જોડે વાત કરી રહ્યા છે તે સાંભળો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
