આસારામે ચૂંટણીમાં વોટ બેંક માટે રાજસ્થાન સરકારને ધમકી આપી હતી

જોધપુર, 4 સપ્ટેમ્બર : પોતાની ધરપકડ થતી અટકાવવા માટે આસારામ બાપુએ છેલ્લી હદ સુધી હવાતિયાં માર્યા હતા. અમદાવાદ અને ઇન્દોરની કોર્ટમાં તેમની જામીન અરજી નકારી કાઢવામાં આવ્યા બાદ તેમણે રાજસ્થાન સરકારને ધમકાવીને પોતાની ધરપકડ ટાળવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન સ્થિત જોધપુરના આશ્રમમાં સગીરા સાથે દુર્વ્‍યવહાર કરવાના આરોપોને કારણે જોધપુરની જેલમાં રહેલા આસારામ બાપુએ પોતાની ધરપકડ પુર્વે રાજસ્‍થાન સરકારને એટલે કે મુખ્યમંત્રી અશોક ગહેલોતને આગામી ચૂંટણીઓમાં વોટ બેંક પર ફટકો પાડવાની ધમકી આપી હતી.

asaram

આસારામે એવી ધમકી આપી હતી કે જો તમે મને ફસાવશો તો તમારે ચૂંટણીમાં આની ભારે કિંમત ચુકવવી પડશે. રાજસ્થાનમાં મારા ચાર કરોડ જેટલા સમર્થકો છે. મારી ધરપકડ કરાશે તો ચૂંટણીમાં તેના પરિણામ તમારે સહન કરવા પડશે. આસારામ બાપુએ એવું પણ કહ્યું હતું કે મારી સાથે ઓસામા બીન લાદેન જેવો વ્‍યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે. મેં લાદેન જેવું કૃત્ય તો કર્યું જ નથી.

આસારામબાપુએ રાજસ્‍થાન સરકારને ધમકાવી હતી કે તમારે જે કરવું હોય તે કરો પણ ચૂંટણી આવે છે એ યાદ રાખજો. જો તમે મને ખોટા કેસમાં સંડોવી દેશો તો ચૂંટણીમાં પરાજય થવાની તૈયારી રાખજો. જો રાજસ્‍થાન સરકાર ટોપના લોકોના દબાણથી મારી ધરપકડ કરવાની હિંમત કરશે તો હું કહુ છું કે સરકારને સહન કરવુ પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X