દિલ્હીઃ હોટલ બહાર પિસ્તોલ લહેરાવવા મામલે ‘હયાત' નું નિવેદન

રાજધાની દિલ્હી સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલ ‘હયાત' ની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામાએ રાજકીય પારો ચડાવી દીધો છે.

રાજધાની દિલ્હી સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલ 'હયાત' ની બહાર હાઈ વોલ્ટેજ ડ્રામાએ રાજકીય પારો ચડાવી દીધો છે. વળી, સમગ્ર મામલે હવે હોટલ તરફથી પણ નિવેદન જારી કરવામાં આવ્યુ છે. હોટલ તરફથી કહેવામાં આવ્યુ છે કે મહેમાનોની સુરક્ષા તેમની પહેલી પ્રાથમિકતા છે. તે આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે અને ઉચિત કાર્યવાહીની દિશામાં સ્થાનિક પોલિસના સંપર્કમાં છે.

delhi hotel case

વાયરલ વીડિયોમાં હોટલની બહાર કપલ પર પિસ્તોલ લહેરાવનાર વ્યક્તિની ઓળખ આશિષ પાંડે તરીકે થઈ છે. જે બસપાના પૂર્વ સાંસદ રાકેશ પાંડેનો પુત્ર છે. આશીષ પાંડે લખનઉનો રહેવાસી છે. વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલિસે સ્વતઃ તપાસ કરી એફઆઈઆર નોંધાવી અને સાથે લુક આઉટ સર્ક્યુલર પણ જારી કરી દીધુ છે. સ્પેશિયલ જોઈન્ટ સીપીએ આ પહેલા પૂછ્યુ હતુ કે ફાઈવ સ્ટાર હોટલના અધિકારીઓએ પોલિસની ઘટનાની રિપોર્ટ કેમ ન કરી. આ મામલે પોલિસે જાતે કેસ ફાઈલ કર્યો હતો.

શું છે મામલો

દિલ્હીની હોટલ 'હયાત' ની બહાર થયેલા હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે ગુલાબી રંગની પેન્ટ પહેરેલ આશીષ પાંડે હાથમાં પિસ્તોલ લઈને હોટલની બહાર ઉભેલા એક કપલને ધમકી આપી રહ્યો હતો અને ગાળો પણ બોલતો હતો. તેની સાથે એક યુવતી પણ છે જે કપલને અપશબ્દો બોલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી આશીષ પાંડે નશાની હાલતમાં હોટલના લેડીઝ વોશરૂમમાં ઘૂસી ગયો હતો. વોશરૂમમાં યુવતીએ તેનો વિરોધ કર્યો હતો. આ વાતથી નારાજ આશીષ પાંડેએ હોટલની બહાર તેના પર પિસ્તોલ બતાવીને ધોંસ જમાવવાની કોશિશ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X