For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી બનાવાયા

અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી હશે. વળી, સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી હશે. વળી, સચિન પાયલટને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને તેનુ એલાન કરવામાં આવ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીએ ગેહલોતના નામ પર મહોર લગાવી દીધી છે. ગેહલોત અને સચિન પાયલટમાંથી કોઈ એકને ચૂંટવા માટે કોંગ્રેસ હાઈ કમાન્ડ સતત બેઠકો કરી રહ્યુ હતુ. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો. કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય બાદ બંને નેતા જયપુર માટે નીકળી ગયા છે જ્યાં ગેહલોત સાંજે સાત વાગે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. વળી, ગેહલોતના નામના એલાન બાદ તેમના ઘરની સામે સમર્થકોએ જશ્ન મનાવ્યો છે.

આ બોલ્યા સચિન અને ગેહલોત

આ બોલ્યા સચિન અને ગેહલોત

પોતાના નામના એલાન બાદ અશોક ગેહલોતે કહ્યુ કે ભાજપના સત્તામાં રહેવા દરમિયાન છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્યની જનતાને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મુખ્યમંત્રીએ જનતાને સમય ન આપ્યો. ગેહલોતે કહ્યુ કે તે રાજ્યના લોકોની ભલાઈ માટે કામ કરશે અને જે વચનો આપીને તે જીત્યા છે તેને પૂરા કરશે. ઉપમુખ્યમંત્રી બનેલા સચિન પાયલટે કહ્યુ કે કાલે કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક થઈ રહી હતી અને ખબર નહોતી કે આજે બે-બે કરોડપતિ બની જશે. પાયલટે કહ્યુ કે હવે તે 2019માં પણ કોંગ્રેસની જીત માટે કામ કરશે.

લાંબો ચાલ્યો બેઠકોનો દોર

લાંબો ચાલ્યો બેઠકોનો દોર

ગુરુવાર સવારથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરે બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. રાજસ્થાનના સીએમ પદ માટે દિલ્લીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓ સાથે ઘણી બેઠકો કરી. અશોક ગેહલોત અને સચિન પાયલટ સતત દિલ્લીમાં હાજર રહ્યા. ધારાસભ્યોની બેઠક બાદ મુખ્યમંત્રી પદ પર નિર્ણય હાઈ કમાન્ડ પર છોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બેઠકોનો દોર ચાલ્યો. સચિન પાયલટ અને ગેહલોત વચ્ચે સીએમ પદ માટે લાંબી ખેંચતાણ ચાલી.

રાજસ્થાનમાં થયુ કોંગ્રેસનું કમબેક

રાજસ્થાનમાં થયુ કોંગ્રેસનું કમબેક

રાજસ્થાનમાં પાંચ વર્ષ બાદ કોંગ્રેસે સત્તામાં કમબેક કર્યુ છે. રાજ્યની 200માંથ 199 સીટો પર થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 99 અને તેના સહયોગી રાષ્ટ્રીય લોકદળને એક સીટ મળી છે. વળી, ભાજપને 73, બસપાને 6, સીપીઆઈ (એમ)ને 2 અને અન્યને 18 સીટો પર જીત મળી છે. સહયોગીઓની મદદથી બહુમતનો આંકડો મેળવ્યા બાદ ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

આ પણ વાંચોઃ Video વાયરલઃ કન્યાદાન બાદ મા નીતાના ગળે મળીને રોઈ પડી ઈશા અંબાણીઆ પણ વાંચોઃ Video વાયરલઃ કન્યાદાન બાદ મા નીતાના ગળે મળીને રોઈ પડી ઈશા અંબાણી

English summary
Ashok Gehlot Chief Minister of Rajasthan Sachin Pilot Deputy Chief Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X