For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્દિરા ગાંધીએ પાકના ભાગલાનો શ્રેય ક્યારેય નથી લીધો, મોદી જવાનો પર વોટ માંગી રહ્યા છેઃ ગેહલોત

પીએમ મોદી સેનાના જવાનોની પાછળ છૂપાઈ રહ્યા છેઃ અશોક ગેહલોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો બોલ્યો. તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી સેનાના જવાનોના નામ પર વોટ માંગી રહ્યા છે. ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનના ભાગલા કરવાનો શ્રેય ઈન્દિરા ગાંધીએ ક્યારેય નથી લીધો, તેમણે આનો શ્રેય સેનાના જવાનોને આપ્યો હતો. તેમણે ક્યારેય નથી કહ્યું કે તેમની ઉપલબ્ધિ છે અને તેના નામે ઈન્દિરા ગાંધીએ ક્યારેય વોટ પણ નથી માંગ્યા. એ સમયે પાકિસ્તાનના ભાગલાનો શ્રેય જવાનોને આપ્યો હતો, પરંતુ મોદી દરેક ચીજનો શ્રેય ખુદ લેવા માંગે છે.

સેનાની પાછળ છૂપાઈ રહ્યા છે મોદી

સેનાની પાછળ છૂપાઈ રહ્યા છે મોદી

રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિ ખંડેલવાલના સમર્થનમાં રેલીને સંબોધિત કરતા અશોક ગેહલોતે પીએમ મોદી પર ભારે પ્રહાર કર્યો. કહ્યું કે પીએમ મોદીની કોઈ ઉપલબ્ધિ નથી, આ જ કારણ છે કે તેઓ સેનાના જવાનોની પાછળ છૂપાઈ રહ્યા છે. આપણે આપણા જવાનોને સેલ્યૂટ કરીએ છીએ, પરંતુ મોદી તેમના નામ પર ચૂંટણી જીતવા માંગે છે. ગેહલોતે કહ્યું કે જે લોકોએ મોદીની આલોચના કરી અને ભાજપ પર નિશાન સાધ્યું તેમને દેશદ્રોહી ગણાવ્યા, આવી ફાસિસ્ટ તાકાતો સંગઠન ખુદને લંકતાંત્રિક કહે છે.

ભવિષ્યમાં ચૂ્ંટણી નહિ થાય

ભવિષ્યમાં ચૂ્ંટણી નહિ થાય

ગેહલોતે કહ્યું કે ભાજપવાળા કહે છે કે જો તેઓ ચૂંટણી જીતે છે તો આગલા 50 વર્ષ સુધી શાસન કરશે. પરંતુ લોકતંત્રમાં જનતાના મતે સરકાર બને છે, પરંતુ આ લોકો ફાસિસ્ટની જેમ કામ કરી રહ્યા છે અને સત્તા પર કબ્જો જમાવવા માંગે છે. જો આ લોકો ચૂંટણી જીતે છે તો શક્ય છે કે ભવિષ્યમાં ચૂંટણી નહિ થાય. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના સંબંધીઓના ઠેકાણાઓ પર થઈ રહેલ રેડ પર ગેહલોતે કહ્યું કે પાછલા પાંચ વર્ષમાં કેટલા ભાજપી નેતાઓને ઘરે દરોડા પડ્યા?

કોઈપણ ભાજપ, આરએસએસના નેતાના ઠેકાણે દરોડા નથી પડ્યા

કોઈપણ ભાજપ, આરએસએસના નેતાના ઠેકાણે દરોડા નથી પડ્યા

અમારા નેતાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા. મોદીને પૂછો કે શું તમારી સરકારમાં સામે કોઈને ત્યાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. કે પછી તો તમામ આરએસએસ અને ભાજપના લોકો ઈમાનદાર છે. ભાજપના પૂર્વ નેતા ઘનશ્યામ તિવારીએ હાલમાં જ કોંગ્રેસનો હાથ થામ્યો, તેમણે વસુંધરા રાજેની સરકાર દરમિયાન ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવ્યા હતા, પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વએ કોઈ કાર્યવાહી નથી કરી, જેના કારણે તેમની પાસે પાર્ટીને છોડી બીજો કોઈ વિકલ્પ નથી બચ્યો.

નોટબંધીની તપાસ થશે

નોટબંધીની તપાસ થશે

અશોક ગેહલોતે નોટબંધીને કૌભાંડ ગણાવતા કહ્યું કે જો યૂપીએની સરકાર બને છે તો તેઓ આ મામલાની તપાસ કરશે. આ ફેસલાના કારણે દેશના ઉદ્યોગો બંધ થઈ ગયા, લોકોની નોકરીઓ ચાલી ગઈ. ન તો કાળુંધન પાછું આવ્યું કે ન તો નક્સલવાદ અને આતંકવાદ પર રોક લાગી. રેલીમાં ગેહલોતે રાજસ્થાનની સરકારની ઉપલબ્ધિઓને પણ ગણાવી.

100 કરતા પણ વધારે સૈનિકો આર્મીના નામે વોટ માંગવા પર દુઃખી 100 કરતા પણ વધારે સૈનિકો આર્મીના નામે વોટ માંગવા પર દુઃખી

English summary
Ashok Gehlot says Indira Gandhi never took credit of Pakistan split PM Modi is seeking vote in the name of soldiers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X