Asian Games 2023 : એશિયન ગેમ્સમાં આજે ભારત માટે કેવો દિવસ રહ્યો?
ચીનમાં ચાલી રહેલા એશિયન ગેમ્સમાં આજનો દિવસ ભારત માટે ખાસ રહ્યો છે. આજે ભારતીય ખેલાડીઓએ ઘણા મેડલ પોતાના નામે કર્યા છે.
ભારત માટે દિવસની શરૂઆત 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટથી થઈ. શુક્રવારે ભારતને શૂટિંગ ઈવેન્ટમાંથી સિલ્વરના રૂપમાં પહેલો મેડલ મળ્યો. ઈશા, દિવ્યા અને પલકની ત્રિપુટીએ ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું.

ભારતે તેનો પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સમાં કુલ 33 મેડલ જીતી ચૂક્યા છે.
બીજી તરફ, ઐશ્વર્યા તોમર, અખિલ શિયોરાન અને સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઈફલમાં થ્રી પોઝીશન ટીમે ગોલ્ડ પોતાના નામે કર્યો. સ્વપ્નિલ વ્યક્તિગત ક્વોલિફાયર્સમાં કુલ 591-33x સાથે ટોચ પર રહ્યો.
ભારતે શુક્રવારે ટેનિસ કોર્ટમાં પોતાનો પહેલો મેડલ જીતવામાં પણ સફળતા મેળવી. આ સિવાય ભારતની જોશ્ના ચિનપ્પા, તન્વી ખન્ના, દીપિકા પલ્લીકલ અને અનાહત સિંહે મહિલા સ્ક્વોશ સેમિફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
ટેનિસ : મેન્સ ડબલ્સની ફાઇનલમાં સાકેત-રામકુમારને સિલ્વર મેડલ
શૂટિંગ : પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમમાં નવા વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ
શૂટિંગ : ભારતે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ટીમમાં સિલ્વર મેડલ
શોટપુટ : કિરણ બાલિયાનને શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ
રેસ વોક : વિકાસ સિંહ, પ્રિયંકા ગોસ્વામી 20 કિમી ફાઇનલમાં પાંચમા ક્રમે
સ્ક્વોશ : ભારતીય પુરૂષ ટીમે સેમીફાઈનલ જીતીને મેડલ નિશ્ચિત કર્યો
હોકી : ભારતીય મહિલા ટીમે પૂલ A મેચમાં મલેશિયાને 6-0થી હરાવ્યું
બોક્સિંગ : નિખત ઝરીને સેમિફાઈનલમાં પ્રવેશ કરી મેડલ નિશ્ચિત કર્યો
બેડમિન્ટન : ભારતીય મહિલા ટીમ બહાર થઈ ગઈ, પુરૂષોની ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરી મેડલ નિશ્ચિત કર્યો
શૂટિંગ : ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે 50 મીટર રાઇફલમાં મેન્સમાં સિલ્વર મેડલ જીત્યો
સ્ક્વોશ : ભારતીય મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ જીત્ય
ટેનિસ : બોપન્ના-ભોસલે મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં, મેડલ સુનિશ્ચિત કર્યો
શૂટિંગ : પલક અને ઇશા સિંહે 10 મીટર એર પિસ્તોલ ફાઇનલમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર જીત્યો












Click it and Unblock the Notifications
