For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાસણ ગિરમાં સુરક્ષિત છે એશિયાઇ સિંહ, પીએમ મોદીને જાય છે શ્રેયઃ કેન્દ્રી પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

સાસણ ગિરમાં સુરક્ષિત છે એશિયાઇ સિંહ, પીએમ મોદીને જાય છે શ્રેયઃ કેન્દ્રી પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેંદ્ર યાદવે ગુરુવારે કહ્યું કે પશુ સંરક્ષણ અને માનવ-પશુ સંઘર્ષોથી નિપટવા માટે જનભાગીદારી અને સ્થાનિક ક્ષેત્રોનું જ્ઞાન જરૂરી છે. મંત્રીએ કહ્યું કે, 'જ્યાં માન-પશુ સંઘર્ષ થતો હોય છે તેવાં સ્થળોની આપણે ઓળખ કરવાની જરૂરત છે. આવા મુદ્દાઓને ઉકેલવા માટે આપણે નીતિ તૈયાર કરતી વખતે સ્થાનિક ક્ષેત્રોનો પ્રવાસ કરવો પડશે.'

lion

ભૂપેંદ્ર યાદવે એક કાર્યક્રમમાં આ વાત કહી જેમાં તેમણે હાથી અને વાઘની વસ્તીના આંકલન માટે અખિલ ભારતીય સમકાલિન પદ્ધતિ જાહેર કરી. ભૂપેંદ્ર યાદવે કહ્યું કે સિંહ સંરક્ષણનો મુદ્દો આવ્યા બાદ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 6-7 દિવસ સુધી ગિરમાં ડેરો જમાવ્યો હતો.

પીએમ મોદીએ જમીની સ્તર પર કામ કર્યું

તેમણે કહ્યું કે "એશિયાઈ સિંહ જો ક્યાંય સુરક્ષિત હોય તો તે ગિરમાં છે અને તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે, કેમ કે તેમણે જમીની સ્તર પર કામ કર્યું છે." મંત્રીએ કહ્યું કે, પશુ સંરક્ષણ જમીની સ્તર પર કામ કર્યા વિના ના થઈ શકે કેમ કે માત્ર ટેક્નોલોજી દ્વારા આ શક્ય નથી. જનભાગીદારી અને સ્થાનિક ક્ષેત્રનું જ્ઞાન હોવું પણ જરૂરી છે.

અગાઉ વિશ્વ સિંહ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તમામ લોકોને શુભેચ્છા આપતા પોતાના ટ્વીટના માધ્યમથી કહ્યું હતું કે, "સિંહ રાજસી અને સાહસી હોય છે. ભારતને એશિયાઈ સિંહનું ઘર હોવા પર ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહિત તમામ લોકોને શુભેચ્છા પાઠવું છું. તમને જાણીને ખુશી થશે કે પાછલા કેટલાક વર્ષોમાં સિંહની વસ્તીમાં સતત વધારો થયો છે."

તેમણે કહ્યું કે જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ગિરના સિંહો માટે સુરક્ષિત આવાસ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાનો અવસર મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "આપણા દેશમાં કેટલીય પહેલો કરવામાં આવી જેમાં સ્થાનિકક સમુદાયો અને વૈશ્વિક સર્વોત્તમ પ્રથાઓને સામેલ કરવામાં આવી જેથી સિંહોના આવાસ સુરક્ષિત રહે અને તે સુનિશ્ચિત કરી શકાય અને આ પગલાંથી પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે."

ઉલ્લેખકનીય છે કે છેલ્લે થયેલી વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 674 સિંહ છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યા મુજબ સાંસણ ગિરમાં ગત જૂન મહિનામાં સિંહની વસ્તીમાં 29% વધારો થયો છે.

English summary
asiatic lion safe in gujarat, credit goes to pm modi says dharmendra pradhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X