પાર્ટીમાં કેમ ના બોલાવ્યો બચ્ચનજીને પૂછોઃ અમરસિંહ

AMAR SINGH
નવીદિલ્હી, 11 ઑક્ટોબરઃ સદીના મહાનાયક ગુરુવારે 70 વર્ષના થઇ ગયા છે. આ તકે તેમને આખા દેશમાંથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના ઘરની બહાર શુભકામનાઓ આપવા આવનારાઓની લાઇન લાગી રહી છે. તેમના મિત્ર અમરસિંહે પણ બિગ-બીને જન્મદિવસની શુભકામનાઓ આપી, પરંતુ આ તકે તેઓ ઘણા ભાવુક થઇ ગયા. તેમણે કહ્યું કે, બર્થડે પાર્ટીમાં મને શા માટે નથી બોલવ્યો તે બચ્ચન પરિવાર જ જણાવી શકે તેમ છે.

અમર સિંહે જ્યારે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર આધારિત પાર્ટીમાં હાજરી નહીં કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામનાઓ આપું છું. અમરસિંહે કહ્યું કે તેમના જન્મ દિવસ પર એક હજાર લોકોને બોલાવવામાં આવ્યા હતા. તેમા મને કેમ ના બોલાવવામાં આવ્યો આ પ્રશ્ન બચ્ચન પરિવારને કરો.

આ તકે અમર સિંહે એમ કહેવાનું ભુલ્યા નહીં કે, એક કહેવત છે કે સુખમાં બધા સાથી હોયછે દુઃખ કોઇ નહીં. આજે તેમની ખુશીના દિવસે બધા તેમની સાથે છે, મને એ વાતની ખુશી છે કે તેમના દુઃખના દિવસોમાં હું તેમની સાથે રહ્યો છું.

આવું કહેવાનું દુસાહસ હું એટલા માટે કરું છું કે વારંવાર પોતાના નિવેદનમાં તે વિભન્ન ચેનલોને એવું કહી રહ્યાં છે કે, જો અમરસિંહ ના હોત તો હું આજે મુંબઇમાં ટેક્સી ચલાવતો હોત. જો કે, હું એવું કહેતો નથી, એવુ વિચારતો નથી અને એવું માનતો નથી. મારું માનવું છે કે મે તેમને પ્રેમ આપ્યો અને સ્નેહ આપ્યો.

અમરસિંહે કહ્યું કે અમિતાભનું દુઃખ મારું દુઃખ હતું. તેમના દુઃખને મારું દુઃખ સમજીને હું તેમની સાથે ઉભો રહ્યો. તેમના 70માં જન્મદિવસની હું તેમને શુભકામના પાઠવું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X