આસામમાં બે જૂથો વચ્ચે ગોળીબાર, 10 મોત
નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ ફરી એકવાર આસામમાં લોહીયાળ જંગ ખેલાયાના સમાચાર આવ્યા છે. સમાચાર આસામના સોનિતપુર જિલ્લાથી આવ્યા છે. જ્યાં બે જૂથો વચ્ચે થયેલી જોરદાર ગોળીબાર બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ગોળીબારમાં 12 લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, જ્યારે જણાવવામાં આવ્યું છે કે, ત્રણ લોકો લાપતા છે.

પોલીસ અને અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર બન્ને જૂથો વચ્ચે ગેરકાયદે દબાણને લઇને વિવાધ વકર્યો હતો અને ગોળીબાર શરૂ થઇ ગયો. આ ઘટનામાં માર્યા ગયેલા લોકો અરૂણાચલ એગ્રેશન વિરોધી સમિતિના સભ્યો હતો. આ સમિતિના લોકો આસામના વિસ્તારમાં કથિત રીતે અરૂણાચલના લોકોના ગેરકાયદે દબાણનો વિરોધ કરી રહ્યાં હતા.
સમાચાર આવી રહ્યાં છે કે છેલ્લા કેટલાક દિવસોથી આસામ સરકાર તરફથી આ વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવાને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારથી આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો.












Click it and Unblock the Notifications
