Asam Beef Ban : આ રાજ્યમાં રેસ્ટરન્ટ અને જાહેર સ્થળોએ ગૌમાંસ પીરસવા પર સંપુર્ણ પ્રતિબંધ

Asam Beef Ban : પોતાના વિવાદીત નિવેદનો માટે કુખ્યાત આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્તા સરમાએ વધુ એક વિવાદીત આદેશ કર્યો છે.

હેમંતા બિસ્વા સરમાએ આસામમાં ગૌમાંસ પર પ્રતિબંધ મુક્યો છે. આદેશ અનુસાર, હવે રાજ્યની હોટલો અને જાહેર સ્થળોએ ગૌમાંસ નહીં પીરસી શકાય. આસામ સરકારની કેબિનેટમાં આ નિર્ણય લેવાયો છે.

Asam Beef Ban

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, અમે 3 વર્ષ પહેલા આસામમાં ગૌહત્યા રોકવા કાયદો લાવ્યા હતા. આનાથી ગૌહત્યા રોકવામાં નોંધપાત્ર સફળતા મળી છે. હવે અમે નિર્ણય લીધો છે કે આસામમાં કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટલ અને જાહેર સમારંભોમાં બીફ નહીં પીરસવામાં આવે.

આજથી અમે હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ બીફ ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. પહેલા અમારો નિર્ણય મંદિરોની નજીક બીફ ખાવા પર પ્રતિબંધ મૂકવાનો હતો પરંતુ હવે અમે તેને સમગ્ર રાજ્યમાં લંબાવ્યો છે.

જણાવી દઈએ કે, આસામ સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે આસામમાં બીફને લઈને રાજનીતિ તેજ છે. તાજેતરમાં યોજાયેલી આસામ પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓએ તમામ 5 બેઠકો જીતી હતી. તેમાં કોંગ્રેસનો ગઢ ગણાતી મુસ્લિમ બહુમતીવાળી સામગુરી બેઠકનો સમાવેશ થાય છે.

ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના સાંસદ રકીબુલ હુસૈને આરોપ લગાવ્યો કે, ભાજપે મતદારોને બીફ પાર્ટી આપીને જીત મેળવી છે. આ આરોપો પર મુખ્યમંત્રી હેમંત સરમાએ પણ વળતો જવાબ આપ્યો છે. કહ્યું હતું કે જો કોંગ્રેસ આસામમાં લેખિત સંમતિ આપે તો હું બીફ પર પ્રતિબંધ મૂકવા તૈયાર છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X