Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આસામ ચૂંટણીઃ ભાજપ ઉમેદવારની ગાડીથી ઈવીએમ મળવા મામલે ECની કાર્યવાહી, 4 પોલિંગ અધિકારી સસ્પેન્ડ

આસામમાં ગુરુવારે થયેલ બીજા તબક્કાના મતદાન બાદ સત્તારુઢ ભાજપના એક ઉમેદવારની કારથી ઈવીએમ મળવા મામલે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ગુવાહાટીઃ આસામમાં ગુરુવારે થયેલ બીજા તબક્કાના મતદાન બાદ સત્તારુઢ ભાજપના એક ઉમેદવારની કારથી ઈવીએમ મળવા મામલે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપ ઉમેદવારની કારમાંથી ઈવીએમ મળ્યા બાદ વિપક્ષી કોંગ્રેસ અને એઆઈયુડીએફે આ અંગે આકરો વાંધો દર્શાવ્યો છે. ત્યારબાદ ચૂંટણી પંચે ચાર પોલિંગ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

evm

ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યુ છે કે સમગ્ર ઘટનાની માહિતી લેવામાં આવી છે. ચાર અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. હજુ તપાસ ચાલુ છે અને જે પણ આ મામલે દોષી જણાશે તેની સામે કાર્યવાહી થશે. પંચે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે કોઈ ઈવીએમ સાથે છેડછાડ થઈ નથી અને બધા સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા.

શું છે મામલો

આસામમાં બીજા તબક્કાના મતદાન બાદ ગુરુવારે મોડી રાતે આ મામલો સામે આવ્યો. જ્યારે અમુક લોકોએ દાવો કર્યો કે એક કારમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. આ કાર કરીમગંજ જિલ્લાના પથરકંડી સીટથી ધારાસભ્ય અને ભાજપ ઉમેદવાર કૃષ્ણેન્દુ પૉલની છે. આના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ હોબાળો થઈ ગયો. ત્યારબાદ કોંગ્રેસ અને એસઆઈયુડીએફ જેવા પક્ષોએ આ મામલે સવાલ ઉઠાવ્યા. આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાએ મામલે નિષ્પક્ષ કાર્યવાહી ન થવા પર ચૂંટણીના બાયકૉટ સુધીની વાત કહી. ત્યારબાદ ચૂંટણી પંચે આ મામલે પોલિંગ અધિકારીઓને સસ્પેન્ડ કરીને પોતાનો પક્ષ રાખ્યો છે.

કોંગ્રેસે શું કહ્યુ છે?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ અંગે કડક વલણ અપનાવ્યુ છે. શુક્રવારે સવારે તેમણે ટ્વિટ કરીને લખ્યુ - 'ઈવીએમના ચૂંટણી પંચ ઉપરાંત બીજી ગાડીઓમાં જવાના સમાચાર અને વીડિયો ઘણા સમયથી આવી રહ્યા છે. જેમાં અમુક વસ્તુઓ હંમેશા કૉમન હોય છે જેવી કે ઈવીએમ લઈ જતા વાહન સામાન્ય રીતે ભાજપ ઉમેદવારો કે તેમના સહયોગીઓના હોય છે, જો આનો વીડિયો સામે આવી જાય તો તેને દૂર્ઘટના કે ઘટના ગણાવીને ફગાવી દેવામાં આવે છે. વળી, ભાજપ પોતાના મીડિયા તંત્રનો ઉપયોગ એ લોકો પર આરોપ લગાવવા માટે કરે છે જે ઈવીએમવાળા વીડિયો સામે લાવે છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X